તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિયામનો સેલ્સ રિપોર્ટ:પેસેન્જર વાહનોના વેચાણમાં સતત છઠ્ઠા મહિને વધારો થયો, પરંતુ થ્રી-વ્હીલરના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકો હવે પબ્લિક ટ્રાન્સ્પોર્ટની જગ્યાએ પોતાના વ્હીકલને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેના કારણે વાહનોના વેચાણમાં પણ તેજી જોવા મળી રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રી સંગઠન સિયામના આંકડા અનુસાર, જાન્યુઆરીમાં (સતત છઠ્ઠા મહિને) પેસેન્જર વાહનના વેચાણમાં વધારો થયો છે. જાન્યુઆરીમાં કુલ 2,76,554 પેસેન્જર વાહનોનું વેચાણ થયું. વાર્ષિક 11.14% વધારો થયો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં કુલ 2,48,840 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.

પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં યુટિલિટી વાહન અને વેનનું વેચાણ પણ સામેલ છે. યુટિલિટી વાહનોના વેચાણમાં 37.26%ની વૃદ્ધિ થઈ છે. ગત મહિને 1,11,494 યુવી વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં માત્ર 81,231 યુવી વેચાયા હતા. તેમજ વેનનું વેચાણ -5.95% ઘટ્યું. ગત મહિને 11,816 વેન વેચાઈ હતી.

ટૂ-વ્હીલરના વેચાણમાં 6.63%નો ગ્રોથ
ગત મહિને ટૂ-વ્હીલર વાહનોનું વેચાણ 6.63% વધ્યું. ગત વર્ષે કુલ 14,29,928 ટૂ-વ્હીલર વેચાયા જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 13,41,005 ટૂ-વ્હીલર વેચાયા હતા. સ્કૂટરનું વેચાણ 9% વધીને 4,54,315 યુનિટ પર પહોંચી ગયું. જાન્યુઆરી 2022માં 4,16,567 સ્કૂટર વેચાયા હતા. તેમજ મોટરસાયકલનું વેચાણ 5.1% વધીને 916,365 યુનિટ પર પહોંચી ગયું છે. જાન્યુઆરી 2020માં 8,71,886 મોટરસાયકલનું વેચાણ થયું હતું.

થ્રી-વ્હીલરના વેચાણમાં ભારે ઘટાડો
જાન્યુઆરીમાં થ્રી-વ્હીલરની માગમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ગત મહિને કુલ 25,335 થ્રી-વ્હીલરનું વેચાણ થયું હતું. તેમજ 56.8%નો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2020માં થ્રી-વ્હીલર વેચાયા હતા. તમામ કેટેગરીના વાહનોમાં 4.97%નો વધારો થયો છે. ગત વર્ષે કુલ 17,32,817 વાહનોનું વેચાણ થયું, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 16,50,812 વાહન વેચાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો