તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Sales Of Ola Electric Scooters Start, Color Option Can Be Changed Even After Registration, Pre approved Loan Is Also Available

ઓક્ટોબરથી ડિલિવરી શરૂ:ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ શરૂ, રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ કલર ઓપ્શન ચેન્જ કરી શકાશે, પ્રિ-અપ્રૂવ્ડ લોન પણ મળશે

એક દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ આખરે શરૂ થઈ ગયું છે. કંપનીની એક ટેક્નિકલ ખામીને કારણે આ સ્કૂટર ગયા અઠવાડિયે વેબસાઇટ પર વેચાણ માટે લાઇવ નહોતું થઈ શક્યું. જો કે, એ સમયે જે ગ્રાહકોએ આ સ્કૂટરનું બુકિંગ કરાવ્યું હતું તેઓ હવે આ સ્કૂટરની ખરીદીની પ્રોસેસ શરૂ કરી શકશે. આ માટે તેમણે સ્કૂટરનું વેરિઅન્ટ અને કલર સિલેક્ટ કર્યા બાદ પેમેન્ટ કરવાનું રહેશે.

ઇન્વિટેશન ઇ-મેઇલ જુઓ અથવા ઓલા એપ ચેક કરો
ઓલા ઇલેક્ટ્રિકના CEO ભાવિશ અગ્રવાલે સ્કૂટરનું વેચાણ શરૂ થયું હોવાની માહિતી ટ્વિટર પર આપી છે. તેમણે એક ટ્વીટ કરતાં લખ્યું કે, 'ઓલા S1નું વેચાણ શરૂ થઈ રહ્યું છે. અમે તેને રિઝર્વેશન અનુસાર શરૂ કરી રહ્યાં છે. તમારા માટે વેચાણ ક્યારે શરૂ થશે એ જાણવા તમારો ઇન્વિટેશન ઇ-મેઇલ અથવા ઓલા એપ ચેક કરો.'

સ્કૂટર 2 વેરિઅન્ટમાં લોન્ચ થયું હતું
કંપનીએ ગત મહિને ઓલા S1 ઇલેક્ટ્રિક સ્કૂટર 2 વેરિઅન્ટમાં લોન્ચ કર્યું હતું. S1ની કિંમત 99,999 રૂપિયા અને S1 પ્રોની કિંમત 1,29,999 રૂપિયા રાખી હતી. આ એક્સ શો રૂમ કિંમત છે અને તેમાં FAME II સ્કીમ હેઠળ મળતી સબસિડી સામેલ છે. પરંતુ રાજ્ય સરકારની સબસિડી ઉમેરવામાં નથી આવી.

વેરિઅન્ટ સિલેક્ટ કર્યાં પછી ગ્રાહકે 20,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે
વેરિઅન્ટ સિલેક્ટ કર્યાં પછી ગ્રાહકે 20,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે

સ્કૂટર ખરીદવાની પ્રોસેસ આ રીતે કમ્પ્લિટ કરો
તમે ઓલાનું જે સ્કૂટર ખરીદવા માટે બુકિંગ કરાવ્યું હતું તેને ખરીદવા માટેની પ્રોસેસ પૂરી કરવા નીચે પ્રમાણેના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • જો તમે પ્રિ-બુકિંગ પેમેન્ટ કરી ચૂક્યા હો તો હવે ઓલા ઇલેક્ટ્રિકની વેબસાઇટ પર જઇને તમારે ફોન નંબરથી સાઇન ઇન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આ વેરિઅન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જે તમે ખરીદવા માગો છે. જો તમે સ્કૂટર માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે 499 રૂપિયા આપીને પ્રિ-બુકિંગ કરાવી શકો છો. વેરિઅન્ટ સિલેક્ટ કર્યાં બાદ તમારે સ્કૂટરનો કલર સિલેક્ટ કરવાનો રહેશે. ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર 10 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. તેમજ, રજિસ્ટ્રેશન કર્યાં પછી પણ જો કોઈ નવો કલર સિલેક્ટ કરવો હશે તો કરી શકાશે.
  • કલર સિલેક્ટ કર્યા પછી પેમેન્ટ કરવાનું આવશે. તમે જે વેરિઅન્ટ સિલેક્ટ કર્યું તેની કિંમત પ્રમાણે તમારે બાકીની રકમ ચૂકવવી પડશે. આના માટે તમારે 20,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે. જો તમે સ્કૂટર ફાઇનાન્સ કરવા માગો છો તો તમારા માટે S1ની EMI 2,999 રૂપિયાથી શરૂ થશે. ગ્રાહકો ઓલા S1 પ્રો વેરિઅન્ટ પણ લઈ શકે છે. આ વેરિઅન્ટની EMI 3,199 રૂપિયાથી શરૂ થાય છે.
  • ઓલા ફાઇનાન્શિયલ સર્વિસિસે ગ્રાહકોને લોનની સુવિધા આપવા માટે IDFC ફર્સ્ટ બેંક, HDFC અને ટાટા કેપિટલ સાથે કરાર કર્યો છે. કંપનીના જણાવ્યાનુસાર, HDFC બેંક નિયમોનું પાલન કરનારા ગ્રાહકોને ઓલા ઇલેક્ટ્રિકની એપ્લિકેશન પર પણ પ્રિ-અપ્રૂવ્ડ લોન આપી રહી છે. ટાટા કેપિટલ અને IDFC ફર્સ્ટ બેંક ડિજિટલ KYCની પ્રોસેસિંગ કર્યાં બાદ તરત જ લોન અપ્રૂવ કરી દેશે.
  • જો તમે સ્કૂટર લોન પર ખરીદવા ન માગતા હો તો તમારે 20,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે. બાકીની રકમ તમારે સ્કૂટરની ડિલિવરી પહેલા ચૂકવવાની રહેશે. જો તમે સ્કૂટર ખરીદવા ન માગતા હો તો તમે સંપૂર્ણ ડાઉન પેમેન્ટ અને એડવાન્સ આપેલી રકમ પાછી માગી શકો છો. પરંતુ આ સુવિધા ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી સ્કૂટર કંપનીની ફેક્ટરીમાં હશે.
  • જ્યારે તમે ખરીદદારીની પ્રોસેસ પૂરી કરી લેશો ત્યારે તમારે તમને કંપની તરફથી ડિલિવરીની તારીખ જણાવવામાં આવશે. સ્કૂટરની ડિલિવરી આગામી મહિનાથી એટલે કે ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. તમને તમારાં સ્કૂટરની ડિલિવરી ક્યારે મળશે તેની માહિતી તમને 72 કલાકમાં મળી જશે.
અન્ય સમાચારો પણ છે...