8 સપ્ટેમ્બરથી ઓલા ઇ-સ્કૂટરનું વેચાણ શરૂ થવાનું હતું. તેના માટે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રિ-રિઝર્વેશન બુકિંગ અને ડિલિવરી માટે ફર્સ્ટ રિઝર્વ, ફર્સ્ટ સર્વ કોન્સેપ્ટ પણ ઉપલબ્ધ થવાનો હતો. પરંતુ આ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ લંબાવી દેવામાં આવ્યું છે. હવે આ સ્કૂટર એક અઠવાડિયાં પછી 15 સપ્ટેમ્બરથી વેચાવાનું શરૂ થશે. કંપનીના CEO ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર એક લેટર બહાર પાડીને આ વિશે જાણકારી આપી છે. તેમણે લેટરમાં લખ્યું કે, ટેક્નિકલ ખામીને કારણે અમે સ્કૂટરનું વેચાણ હવે 15 સપ્ટેમ્બરથી શરૂ કરી શકીશું.
'અમે આજથી અમારા ઓલા S1 સ્કૂટરનું વેચાણ શરૂ કરવા માટે કમિટેડ હતા. પરંતુ કમનસીબે વેબસાઇટને આજે વેચાણ માટે લાઇવ કરવામાં અમારે ઘણી ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. હું તમારા બધાની માફી માગુ છું જેમણે ઘણા કલાકો સુધી રાહ જોવી પડી હતી. વેબસાઇટની ક્વોલિટી અમારી અપેક્ષા મુજબ ન હતી. હું જાણું છું કે અમે તમને નિરાશ કર્યા છે અને હું આપ સૌની દિલથી માફી માગું છું. અમે એક ડિજિટલ સેલિંગ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેમાં તમને કોઈપણ પેપરવર્ક વગર ફુલ્લી ડિજિટલ લોન મળશે. અમે અમારા ગ્રાહકોને આવા પ્રકારનો પ્રથમ અનુભવ આપવા માગતા હતા. પરંતુ બુધવારે આવું કરવામાં અસમર્થ રહ્યા. આવો અનુભવ આપવા માટે એક સપ્તાહ રાહ જોવી પડશે. હું જણાવવા માગુ છું કે હવે સ્કૂટરનું વેચાણ 15 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે.'
15 ઓગસ્ટે ઇ-સ્કૂટર લોન્ચ થયું હતું
ઓલાએ તેનાં ઇ-સ્કૂટરને સરળ EMIમાં વેચવા માટે 11 બેંકો સાથે ટાઇઅપ કર્યું છે. તેમાં બેંક ઓફ બરોડા. એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંક, IDFC ફર્સ્ટ બેંક. ઇન્ડસઇન્ડ બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક, કોટક મહિન્દ્રા પ્રાઇમ, ટાટા કેપિટલ અને યસ બેંકનો સમાવેશ થાય છે.
ઓલા S1ની એક્સ શો રૂમ કિંમત 99,999 રૂપિયા છે. તેને 2,999 રૂપિયાની EMI પર ખરીદી શકાય છે. ગ્રાહકે EMI 4 વર્ષ (48 મહિના) સુધી આપવી પડશે. એ જ રીતે, ઓલા S! Proની એક્સ શો રૂમ કિંમત 1,29,999 રૂપિયા છે. તેને 3,199 રૂપિયાની EMI પર ખરીદી શકાય છે. ગ્રાહકને EMI 4 વર્ષ (48 મહિના) સુધી આપવી પડશે. હવે એ સમજીએ કે આ EMI બાદ સ્કૂટર કેટલામાં પડશે...
ઓલા ઇ-સ્કૂટર EMI પર ખરીદવાનું ગણિત
ઓલા S1 મોડેલની એક્સ શો રૂમ કિંમત 99,999 રૂપિયા છે. તેમજ, તેને 2,999 રૂપિયાની EMI પર ખરીદી શકાય છે. આ EMI 48 મહિના સુધી આપવાની છે. એ પ્રમાણે ગણીએ તો...
એ જ રીતે, ઓલા S1 પ્રો મોડેલની એક્સ શો રૂમ કિંમત 1,29,999 રૂપિયા છે. તેમજ, તેને 3,199 રૂપિયાની EMI પર ખરીદી શકાય છે. આ EMI 48 મહિના સુધી આપવાની છે. એ પ્રમાણે ગણીએ તો...
ઓલા ઇ-સ્કૂટરનું ડાઉન પેમેન્ટઃ કંપનીએ આના માટે ડાઉન પેમેન્ટનો ઓપ્શન નથી રાખ્યો. એટલે કે ગ્રાહકને કોઈ ડાઉન પેમેન્ટ આપ્યા વગર સ્કૂટર મળી જશે. ગ્રાહકે પહેલેથી જ દર મહિને અલગ-અલગ મોડેલ પ્રમાણે 2,999 રૂપિયા અથવા 3,199 રૂપિયાની EMI આપવી પડશે.
ઓલા ઇ-સ્કૂટર કેવી રીતે ખરીદવું?
કંપનીએ તેનું ઇ-સ્કૂટર વેચવા માટે કોઇપણ પ્રકારની ડીલરશિપ બનાવી નથી. આ સ્કૂટર ઓનલાઇન પ્લેટફોર્મ પરથી જ વેચવામાં આવશે. એટલે કે તમારે આ ઇ-સ્કૂટર ખરીદવું હશે તો તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ olaelectric.com પર જવાનું રહેશે અને ત્યારબાદ નીચે આપેલી પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.