ગ્રોથ:ઓગસ્ટમાં ગાડીઓના વેચાણમાં ભારે ઉછાળો, મારુતિ, હ્યુન્ડાઈ, ટાટાની ગાડીઓનું વેચાણ વધ્યું, ટાટાએ 59% ગ્રોથ સાથે 57,995 ગાડીઓ વેચી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની બજીજી લહેર ગયા પછી મંદ પડેલા ઓટો સેક્ટરને કિક વાગી છે અને તેનું વેચાણ ફુલ સ્પીડમાં ભાગી રહ્યું છે. સતત બે મહિનાથી ગાડીઓના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓટોમોબાઇલ કંપનીઓએ ઓગસ્ટ 2021માં ગાડીઓના વેચાણના આંકડા જાહેર કરવાના શરૂ કરી દીધાં છે. જુલાઈની સરખામણીએ લગભગ તમામ કંપનીઓ માટે ઓગસ્ટમાં વેચાણ બહુ સારું રહ્યું છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ વાર્ષિક આધારે 4.8%નો ગ્રોથ નોંધાવ્યો છે. તેમજ, હ્યુન્ડાઈનો વાર્ષિક ગ્રોથ 12.3% રહ્યો છે. કઈ કંપનીએ ગયા મહિને કેટલી ગાડીઓ વેચી ચાલો જાણીએ.

મારુતિ સુઝુકીનો વાર્ષિક ગ્રોથ 4.8% રહ્યો

 • દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને કુલ 1.30 લાખ ગાડીઓ વેચી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 4.8% વધુ છે. ઓગસ્ટ 2020માં કંપનીએ 1.24 લાખ ગાડીઓ વેચી હતી.
 • ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીએ 7,920 યૂનિટની નિકાસ કરી હતી, જે ગયા મહિને વધીને 20,619 યૂનિટ થઈ હતી. એટલે કે, કંપનીએ વધુ 12,699 યૂનિટની નિકાસ કરી.
 • જો કે, ડોમેસ્ટિક વેચાણમાં કંપનીને 5.7%નું નુકસાન થયું છે. ઓગસ્ટ 2020માં કંપનીનું ડોમેસ્ટિક સેલ્સ 1.16 લાખ યૂનિટ હતું, જે ગયા મહિને ઘટીને 1.10 લાખ યૂનિટ રહ્યું છે.

હ્યુન્ડાઈને 12.3%નો વાર્ષિક ગ્રોથ થયો

 • હ્યુન્ડાઈ માટે પણ ઓગસ્ટ મહિનો સફળ સાબિત થયો છે. કંપનીને વાર્ષિક આધારે 12.3% ગ્રોથ મળ્યો. ગયા મહિને કંપનીએ 59,068 યૂનિટનું વેચાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં આ 52,609 યૂનિટ હતી.
 • હ્યુન્ડાઈ ડોમેસ્ટિક સેલ્સમાં પણ ફાયદો થયો છે. કંપનીએ ગયા મહિને 46,866 યૂનિટ વેચ્યાં, જે ગયા વર્ષના આ જ મહિનાની સરખામણીએ 2.3% વધુ છે. ઓગસ્ટ 2020માં તેનું ડોમેસ્ટિક સેલ્સ 45,809 યૂનિટ રહ્યું હતું.
 • ઓગસ્ટ 2020માં કંપનીના એક્સપોર્ટમાં 79.4%નો ઉછાળો આવ્યો. તેમણે ગયા મહિને 12,202 યૂનિટ એક્સપોર્ટ કર્યાં, જે ઓગસ્ટ 2020માં 6,800 યૂનિટ હતું.

ટાટા મોટર્સે 58.9%નો વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો

 • ટાટા મોટર્સને ગયા મહિનાના ઓવરઓલ સેલ્સમાં 58.9%નો વાર્ષિક ગ્રોથ મળ્યો હતો. કંપનીએ ગયા મહિને 57,995 યૂનિટનું વેચાણ કર્યું, જે ઓગસ્ટ 2020માં 36,505 યૂનિટ હતાં.
 • કંપનીને ડોમેસ્ટિક સેલ્સમાં પણ 53%નો ફાયદો થયો છે. ગયા મહિને કંપનીનું ડોમેસ્ટિક સેલ્સ 54,190 યૂનિટ રહ્યું. ગયા મહિને ઓગસ્ટમાં તેનું ડોમેસ્ટિક સેલ્સ 35,420 યૂનિટ રહ્યું હતું.
 • ટાટા મોટર્સે 66%ના વાર્ષિક ગ્રોથ સાથે કોમર્શિયલ વ્હીકલનાં 29,781 યૂનિટ અને 51%ના વાર્ષિક ગ્રોથ સાથે પેસેન્જર વ્હીકલનાં 28,018 યૂનિટ વેચાયાં.

મહિન્દ્રાનો વાર્ષિક ગ્રોથ 21.6% ઘટ્યો

 • ઓગસ્ટમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો વાર્ષિક ગ્રોથ 21.6% ઘટી ગયો. ગયા મહિને કંપનીએ કુલ 21,360 ગાડીઓ વેચી. આ આંકડો ઓગસ્ટ 2020માં 27,229 ગાડીઓનો હતો. એટલે કે કંપનીએ 5,869 યૂનિટ ઓછાં વેચ્યાં.
 • જો કે, મહિન્દ્રાની ગાડીઓ એક્સપોર્ટ કરવાનો આંકડો 43% વધી ગયો. કંપનીએ ઓગસ્ટ 2020માં 955 યૂનિટ એક્સપોર્ટ કર્યાં હતાં, જે ગયા મહિને વધીને 1,363 યૂનિટ થઈ ગયાં.

અશોક લેલેન્ડમાં 48%નો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો

 • કોમર્શિયલ વ્હીકલ બનાવનારી કંપની અશોક લેલેન્ડની ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 48% ની વૃદ્ધિ જોવા મળી છે. કંપનીએ ગયા મહિને 9,360 યૂનિટ વેચ્યાં હતાં. ઓગસ્ટ 2020માં તેણે 6,325 યૂનિટ વેચ્યાં હતાં.
 • કંપનીએ આ સમયગાળા દરમિયાન મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલના વેચાણમાં 79% વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી છે. તેણે ગયા મહિને 2,589 યૂનિટની સરખામણીએ ગયા મહિને 4,632 યૂનિટ વેચ્યાં હતાં.
 • એ જ રીતે, લાઇટ કોમર્શિયલ વ્હીકલના વેચાણમાં વાર્ષિક ધોરણે 27% વૃદ્ધિ જોવા મળી. તેણે ઓગસ્ટ 2021માં 4,728 યૂનિટ વેચ્યાં હતાં, જ્યારે ઓગસ્ટ 2020માં 3,736 યૂનિટ હતાં.

બજાજ ઓટોમાં મંથલી 1.1% ગ્રોથ નોંધાયો

 • ટૂ-વ્હીલર અને કોમર્શિયલ થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર બનાવનારી કંપની બજાજ ઓટોને ઓગસ્ટમાં માસિક આધારે 1.1%નો નજીવો ગ્રોથ મળ્યો. ઓગસ્ટમાં કંપનીએ કુલ 3,73,270 યૂનિટનું વેચાણ કર્યું હતું.
 • આ દરમિયાન તેમનું ડોમેસ્ટિક ટૂ-વ્હીલર સેલ્સ 1.1%ના ગ્રોથ સાથે 1,57,971 યૂનિટ રહ્યું. કંપનીએ ટૂ-વ્હીલર એક્સપોર્ટ સેગમેન્ટમાં મંથલી 15%ના ઉછાળા સાથે 2,00,675 યૂનિટ વેચ્યાં.
 • જો કે, બજાજ ઓટો માટે કોમર્શિયલ સેલ્સના આંકડા સારા નથી રહ્યા. કંપનીને ગયા મહિને મંથલી બેઝિઝ પર 9.3%નું નુકસાન થયું. તેણે 34,960 યૂનિટનું વેચાણ કર્યું.
અન્ય સમાચારો પણ છે...