• Gujarati News
  • Utility
  • Automobile
  • Sales Of E scooters Increased By 444% In February, Hero Electric Sold The Most Electric Scooters, Check The List Of Top 5 Electric Scooters

રેકોર્ડ:ફેબ્રુઆરીમાં ઇ-સ્કૂટરના વેચાણમાં 444%નો વધારો નોંધાયો, હીરો ઇલેક્ટ્રિકે સૌથી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યાં, ટોપ-5 ઇલેક્ટ્રિક સ્કૂટરનું લિસ્ટ ચેક કરી લો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ની ડિમાન્ડ ધીમે-ધીમે વધી રહી છે. ફેબ્રુઆરીમાં વેચાયેલા EVના માર્કેટ શેરમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનો ભાગ 60% હતો. ગયા મહિને આ સેગમેન્ટમાં કુલ 54,557 યૂનિટનું વેચાણ થયું હતું, જેમાં 32,416 હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2022ની સરખામણીમાં EV વેચાણમાં પણ 18%નો વધારો થયો હતો. તેમજ, વાર્ષિક ધોરણે થનારાં રજિસ્ટ્રેશનમાં 444%નો વધારો થયો. હીરો ઈલેક્ટ્રિક સૌથી વધુ EV વેચનારી કંપનીઓમાંની એક રહી છે. જો કે, ઓલા ઈ-સ્કૂટરની ડિમાન્ડમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. તેમજ, ઓકિનાવા, એમ્પિયર, એથર એનર્જી જેવી કંપનીઓ પણ ટોપ EV સેલિંગ લિસ્ટમાં સામેલ છે.

હીરો ઇલેક્ટ્રિકે 7356 યૂનિટ વેચ્યાં
હીરો ઇલેક્ટ્રિકે ફેબ્રુઆરીમાં પણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ગયા મહિને કંપનીએ 7356 યૂનિટનું વેચાણ કર્યું હતું. જ્યારે ફેબ્રુઆરી 2021માં કંપનીએ 2194 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ કર્યું હતું. એટલે કે ગયા મહિને કંપનીને 335% ગ્રોથ મળ્યો હતો. જો કે, જાન્યુઆરી 2022માં કંપનીએ 7763 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે, તેને 5%નું નુકસાન થયું. હીરો ઈલેક્ટ્રિકે આ વર્ષના પ્રથમ બે મહિનામાં 15,000થી વધુ EVનું વેચાણ કર્યું છે. હીરો ઇલેક્ટ્રિકે 2021માં 46,260 ઇ-સ્કૂટર વેચ્યાં હતાં.

ઓકિનાવાએ 5923 યૂનિટ વેચ્યાં
ફેબ્રુઆરીમાં ઓકિનાવાએ 5923 યૂનિટ વેચ્યાં હતાં. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેણે 1067 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે, કંપનીએ છેલ્લાં મહિનામાં વાર્ષિક ધોરણે 455%નો સારો એવો ગ્રોથ મેળવ્યો છે. ઓકિનાવાએ ગયા વર્ષે કુલ 29,945 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ કર્યું હતું. કંપનીએ આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 11,536 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ કર્યું છે. એટલે કે આ વર્ષે જોરદાર ગ્રોથ મળવાની ધારણા છે.

એમ્પિયરે 4303 યૂનિટ વેચ્યાં
ફેબ્રુઆરીમાં EV સેગમેન્ટમાં સૌથી મોટા ટુ-વ્હીલર સેલર્સમાં એમ્પિયર ત્રીજા ક્રમે છે. તેણે ગયા મહિને 4303 યૂનિટનું વેચાણ કર્યું હતું, જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 806 યૂનિટનું વેચાણ થયું હતું. એટલે કે કંપનીએ વાર્ષિક ધોરણે 433%નો ગ્રોથ નોંધાવ્યો છે. એમ્પિયરના EV સેગમેન્ટમાં રિયો, રિયો એલિટ, મેગ્નસ EX, મેગ્નસ Pro અને ઝીલ જેવાં મોડેલનો સમાવેશ થાય છે.

ઓલા ઇલેક્ટ્રિકે 3904 યૂનિટ વેચ્યાં
ઓલા ઈલેક્ટ્રિક ભારતની ટોપ 5 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીમાંની એક બની ગઈ છે. ઓલા ઇલેક્ટ્રિકે તેનાં S1 અને S1 Pro ઈલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કર્યાં ત્યારથી જ તે ખૂબ જ ડિમાન્ડમાં આવી ગયાં છે. ફેબ્રુઆરીમાં ઓલા ઈલેક્ટ્રિકે 3904 ઈ-સ્કૂટર વેચ્યાં હતાં. જો કે, કંપની પાસે અત્યારે ઓવરઓલ ટુ-વ્હીલર માર્કેટમાં 1% પણ હિસ્સો નથી.

એથર એનર્જીએ 2229 યૂનિટ વેચ્યાં
બેંગલુરુ સ્થિત EV સ્ટાર્ટઅપ એથર એનર્જીએ પણ વેચાણમાં મોટો ઉછાળો જોયો હતો. કંપનીએ ફેબ્રુઆરીમાં 2229 યૂનિટનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 626 યૂનિટ હતું. એટલે કે વાર્ષિક ધોરણે કંપનીના વેચાણમાં 256%નો ગ્રોથ જોવા મળ્યો હતો. જો કે, જાન્યુઆરી 2022ની સરખામણીમાં તેનું વેચાણ ઘટ્યું હતું. જાન્યુઆરીમાં કંપનીએ 2825 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે ફેબ્રુઆરીમાં તેણે 596 યૂનિટ ઓછા વેચ્યાં.

અન્ય સમાચારો પણ છે...