તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રિપોર્ટ:ઓટો સેક્ટરમાં બે મહિના પછી વેચાણ વધ્યું, પેસેન્જર સેલ્સમાં 28%નો વધારો નોંધાયો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બરમાં ટૂ-વ્હીલરનાં વેચાણમાં પણ 11.64%નો વધારો જોવા મળ્યો હતો
  • સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળા દરમિયાન ટૂ-વ્હીલરનું વેચાણ આ ફાઇનાન્શિયલ યરમાં 46.90 લાખ યૂનિટ રહ્યું

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (SIAM)એ સપ્ટેમ્બર મહિનાનો પેસેન્જર વ્હીકલ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, પેસેન્જર વ્હીકલ હોલસેલ 26.45 ટકા વધીને 2.72 લાખ યૂનિટ થઈ ગયું છે. જ્યારે સપ્ટેમ્બર 2019માં આ આંકડો 2.15 લાખ યૂનિટનો હતો. એટલે કે, વર્ષ-દર-વર્ષે ડેટાના આધારે ગયા મહિને 56 હજારથી વધુ યુનિટ વેચાયા હતા. છેલ્લાં 2 મહિનાથી ઓટો સેલસનું વેચાણ વધી રહ્યું છે. અગાઉ કોવિડના કારણે વેચાણ નોંધપાત્ર રીતે ઘટ્યું હતું.

ટૂ-વ્હીલરનું વેચાણ 11.64% વધ્યું

  • CIAMના તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં ટૂ-વ્હીલરનું વેચાણ 11.64% વધીને 18.49 લાખ યૂનિટ થયું છે. જ્યારે સપ્ટેમ્બર 2019માં આ આંકડો 16.56 લાખ યૂનિટનો હતો. એટલે કે, વર્ષ-દર-વર્ષના આધાર પર 1.92 લાખ યૂનિટનું વેચાણ વધારે થયું.
  • બાઇકનું વેચાણ સપ્ટેમ્બર 2019માં 10.43 લાખ યૂનિટથી વધીને 12.24 લાખ યૂનિટ થયું છે. એટલે કે, બાઇકના સેગમેન્ટમાં 17.3%ની વૃદ્ધિ જોવા મળી છે. તેમજ, સ્કૂટર સેગમેન્ટમાં વર્ષ-દર-વર્ષ ધોરણે થોડો વધારો જોવા મળ્યો. ગત મહિને સ્કૂટરનાં 5.56 લાખ યૂનિટ વેચાયાં હતાં, જે સપ્ટેમ્બર 2019 માં 5.55 લાખ યૂનિટ્સ હતાં.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વધ્યું
જુલાઈ-સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં પેસેન્જર વાહનોનું વેચાણ 17.02% વધીને 7.26 લાખ યૂનિટ થયું છે, જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં 6.20 લાખ યૂનિટ હતું. નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ટૂ-વ્હીલરનું વેચાણ. 46.90૦ લાખ યૂનિટ હતું, જે ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં 46..8૨ લાખ યૂનિટ હતું.

કોમર્શિયલ વ્હીકલ્સનાં વેચાણમાં 20.13%નો ઘટાડો
જો કે, જુલાઈ-સપ્ટેમ્બર 2019માં કોમર્શિયલ વ્હીકલ્સનું વેચાણ 1.67 લાખ યૂનિટ હતું, જે તે જ સમયગાળામાં 20.13% ઘટીને 1.33 લાખ યૂનિટ થયું છે. બીજા ત્રિમાસિક ગાળામાં વાહનનું વેચાણ નજીવું ઘટીને 55.96 લાખ યૂનિટ રહ્યું, જે ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં 56.51 લાખ યૂનિટ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો