ઓટો સેલ્સ:જાન્યુઆરીમાં વેચાણમાં 23.21%નો ઘટાડો નોંધાયો, વાર્ષિક આધારે 3.27 લાખ યૂનિટ ઓછા વેચાયાં, જાન્યુઆરીમાં પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 8% ઘટ્યું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાન્યુઆરીમાં પેસેન્જર, કોમર્શિયલ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના કુલ 14 લાખ 6 હજાર 672 યૂનિટનું વેચાણ થયું હતું, જ્યારે જાન્યુઆરી 2021માં 17 લાખ 33 હજાર 276 યૂનિટનું વેચાણ થયું હતું. આ રીતે તેમાં 23.21%નો ઘટાડો જોવા મળ્યો હતો. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના જણાવ્યા અનુસાર, ગયા મહિને ભારતમાં પેસેન્જર વ્હીકલનું હોલસેલ વેચાણ 8.05% ઘટીને 2,54,287 યૂનિટ રહ્યું હતું. જાન્યુઆરી 2021માં પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 2,76,554 યૂનિટ હતું.

ટૂ-વ્હીલર્સનું વેચાણ 19.38% ઘટ્યું
ટુ-વ્હીલરનું વેચાણ 19.38% ઘટીને 14 લાખ 82 હજાર 483 યૂનિટ રહ્યું છે. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 18 લાખ 39 હજાર 46 યૂનિટનું વેચાણ થયું હતું.

ટુ-વ્હીલરનું વેચાણ 19.38% ઘટીને 14,82,483 યૂનિટ રહ્યું
ટુ-વ્હીલરનું વેચાણ 19.38% ઘટીને 14,82,483 યૂનિટ રહ્યું

થ્રી-વ્હીલર્સનું વેચાણ 7.11% ઘટ્યું
જાન્યુઆરી 2022માં થ્રી-વ્હીલરનું વેચાણ 7.11% ઘટીને 67,938 યૂનિટ રહ્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં 63,423 યૂનિટ હતું.

એક્સપોર્ટ 9.6% સુધી વધ્યું
પેસેન્જર વ્હીકલ્સનું એક્સપોર્ટ 9.6% વધીને 40,787 યૂનિટ થઈ ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 37,187 યૂનિટ રહ્યું હતું. જ્યારે પ્રોડક્શન ગયા વર્ષે આ જ મહિનામાં 3,03,834 યૂનિટથી 2.1% વધીને 3,10,334 યૂનિટ થઈ ગયું.

પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં 8% ઘટાડો નોંધાયો
ગયા મહિને ભારતમાં પેસેન્જર વ્હીકલનું હોલસેલ વેચાણ 8.05% ઘટીને 2,54,287 યૂનિટ થયું હતું. જ્યારે જાન્યુઆરી 2021માં પેસેન્જર વ્હીકલનું વેચાણ 2,76,554 યૂનિટ હતું.

અન્ય સમાચારો પણ છે...