તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:રોયલ એન્ફિલ્ડની બેસ્ટ સેલિંગ બાઇક ક્લાસિક 350ની કિંમત વધી, હવે ખરીદવા ₹5,231થી લઇને ₹5,992 વધુ ચૂકવવા પડશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2021ની શરૂઆતથી એવું જોવા મળી રહ્યું છે કે ઓટોમેકર્સ તેમની કિંમતોમાં વધારો કરી રહ્યા છે. તેથી, રોયલ એન્ફિલ્ડે પણ તેની સૌથી વધુ વેચાતી બાઇક ક્લાસિક 350ની કિંમતમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ બાઇકના તમામ વેરિઅન્ટની કિંમત વધારવામાં આવી છે. આ બાઇકની કિંમતમાં 5,231 રૂપિયાથી લઇને 5,992 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ક્લાસિક 350ની નવી કિંમત
ક્લાસિક 350ના એન્ટ્રી લેવલ મોડેલ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત અગાઉ 1,67,235 (એક્સ-શો રૂમ દિલ્હી) રૂપિયા હતી, જે હવે વધારીને 1,72,446 (એક્સ-શો રૂમ દિલ્હી) રૂપિયા કરવામાં આવી છે. કંપની તેના નેક્સ્ટ જનરેશન મોડેલ પર પણ કામ કરી રહી છે, જે ટેસ્ટિંગ દરમિયાન તાજેતરમાં જ જોવા મળ્યું હતું. કંપની ટૂંક સમયમાં ક્લાસિક 350ના નેક્સ્ટ જનરેશન મોડેલને ટૂંક સમયમાં માર્કેટમાં રજૂ કરી શકે છે. કંપનીએ આ બાઇકની કિંમતોમાં વધારો કર્યા સિવાય અન્ય કોઈ ફેરફાર કર્યા નથી.

હવે આ બાઇક ખરીદવા 1,72,446 (એક્સ-શો રૂમ દિલ્હી) રૂપિયા ચૂકવવા પડશે
હવે આ બાઇક ખરીદવા 1,72,446 (એક્સ-શો રૂમ દિલ્હી) રૂપિયા ચૂકવવા પડશે

ટૂંક સમયમાં જ ક્લાસિક 350નું અપડેટેડ વર્ઝન આવશે
કંપની તેને J પ્લેટફોર્મ પર તૈયાર કરી રહી છે, જે વધારે પાવર આપવાની સાથે વાઇબ્રેશન પણ ઘટાડશે. કંપનીએ તેને બેઝિક સ્ટાન્ડર્ડ ફીચર સાથે તૈયાર કરી છે. તેના ફ્રંટમાં સિંપલ એનાલોગ સ્પીડોમીટર, હેડલાઇટ અને બેઝિક બલ્બ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે, જે તમારો રાઇડિંગ એક્સપિરિયન્સ વધુ સારો બનાવે છે. આ બાઇક સિંગલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને ડ્યુઅલ ચેનલ વેરિઅન્ટમાં પણ આવે છે.

એન્જિન ડિટેલ્સ
આ નેક્સ્ટ જનરેશન મોડેલમાં કંપનીએ 346ccની કેપેસિટીનાં સિંગલ સિલિન્ડરયુક્ત એર કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 19.3PS પાવર અને 28 Nm ટોર્ક જનરેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો