• Home
  • Utility
  • Automobile
  • Royal Enfield to recall 15,200 motorcycles sold in UK Europe Korea, reports of corrosion in brake caliper

નિર્ણય / રોયલ એનફિલ્ડ યુકે-યુરોપ-કોરિયામાં વેચાયેલી 15,200 મોટરસાયકલ રિકોલ કરશે, બ્રેક કેલિપરમાં કાટ લાગવાની ફરિયાદો મળી હતી

X

  • રિકોલમાં ઈન્ટરસેપ્ટર 650, કોન્ટિનેન્ટલ જીટી 650, અને હિમાલયન મોટરસાયકલ સામેલ
  • ત્રણેયનું નિર્માણ ભારતમાં કરવામાં આવે છે જો કે, ભારતમાં વેચાયેલી બાઇક રિકોલનો ભાગ નથી

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 06:56 PM IST

રોયલ એનફિલ્ડે યુકે, યુરોપ અને કોરિયામાં વેચાયેલી ઈન્ટરસેપ્ટર 650, કોન્ટિનેન્ટલ જીટી 650 અને હિમાલયન મોટરસાયકલના 15,200 યુનિટ માટે સ્વૈચ્છિક રિકોલની જાહેરાત કરી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ દેશોમાં વેચવામાં આવેલી મોટરસાયકલની બ્રેક કેલિપરમાં કાટની સમસ્યા આવી રહી છે, આ ખામીને દૂર કરવા માટે કંપની બાઈકને રિકોલ કરશે 

આ દેશોના રસ્તા પર મીઠું અને કેમિકલ છાંટવામાં આવે છે
કંપનીના જણાવ્યા પ્રમાણે, યુરોપ, યુનાઈટેડ  કિંગડમ અને કોરિયાના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યાં રસ્તાઓ પર બરફ જામી ન થાય તે માટે મીઠું અને રસાયણ છાંટવામાં આવે છે, જેની અસર બાઈકના બ્રેક કેલિપર્સ પર થઈ છે. લાંબા સમય સુધી મીઠાના સંપર્કમાં રહેવાને કારણે બ્રેક કેલિપર્સમાં કાટની સમસ્યા સામે આવી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, કાટથી બ્રેક કેલિપર, પિસ્ટન બોર અને એસેમ્બલીને નુકસાન થાય છે અને તેની અસર બ્રેક લગાવતા સમયે અસામાન્ય અવાજ અને બ્રેકિંગ એક્શન પર થાય છે. 

વધુ સારા પાર્ટ્સ રિપ્લેસ કરવામાં આવશે બ્રેક કેલિપર
જો કે, કંપનીને કાટના અમુક જ રિપોર્ટ મળ્યા હતા, પરંતુ કંપની ગ્રાહકોની સલામતી સાથે સમાધાન કરવા નથી માગતી તેથી કંપનીએ તમામ 15,200 બાઈકોને રિપેર કરવા માટે રિકોલ કરવાનું નક્કી કર્યું. આ બાઈકોને ન માત્ર રિપેર કરવામાં આવશે પરંતુ સફાઈ પણ કરવામાં આવશે અને જરૂર પડશે તો પાર્ટ્સ પણ બદલી દેવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આગામી તબક્કામાં આ કેલિપર એસેમ્બલીને વધુ સારા પાર્ટ્સથી બદલવામાં આવશે અને વર્ષના અંત સુધીમાં તેને તે દેશોમાં પાછી પહોંચાડવામાં આવશે.

ભારતમાં વેચવામાં આવેલી મોટરસાયકલ રિકોલનો હિસ્સો નથી
ઈન્ટરસેપ્ટર 650, કોન્ટિનેન્ટલ જીટી 650 અને હિમાલયન મોટરસાયકલનું નિર્માણ ભારતમાં કરવામાં આવે છે. જો કે, ભારતમાં વેચવામાં આવેલી મોટરસાયકલ રિકોલનો હિસ્સો નથી કેમ કે અહીંના રસ્તાઓ પર મીઠા અને કેમિકલનો છંટકાવ કરવામાં આવતો નથી. તાજેતરમાં રોયલ એનફિલ્ડે ક્લાસિક 350 અને હિમાલયનમા મોડેલોની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ ક્લાસિક 350 BS6ની કિંમતમાં 2, 755 રૂપિયા જ્યારે હિમાલયનની કિંમતમાં 2,700 રૂપિયાનો વધારો કર્યો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી