ન્યૂ સર્વિસ / રોયલ એન્ફિલ્ડે સર્વિસ ઓન વ્હીલ્સ સેવા શરૂ કરી, હવે ગ્રાહકના ઘરે બુલેટની સર્વિસ થશે

X

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 08:09 PM IST

દિલ્હી. રોયલ એન્ફિલ્ડે તેના ગ્રાહકોને રાહત આપવા નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ બુલેટ રાઇડર્સે હવે પોતાના બાઇકની સર્વિસ કરાવવા સર્વિસ સેન્ટર જવાની જરૂર નહીં પડે. કંપનીએ તેની નવી સર્વિસ ઓન વ્હીલ્સ સેવા લોન્ચ કરી દીધી છે. આ સર્વિસ હેઠળ ગ્રાહકોને બાઇક્સની સર્વિસિંગની સુવિધા ગ્રાહકોના ઘરે જ આપવામાં આવશે.

મોબાઇલ સર્વિસ ટીમ ગ્રાહકના ઘરે જઇને સર્વિસ કરશે
કંપનીએ આ સર્વિસ માટે શરૂઆતમાં 800 બાઇક્સ ડિપ્લોઇડ કર્યાં છે, જે ઘેર-ઘેર જઇને બાઇક્સની સર્વિસિંગ કરશે. આ નવી સર્વિસ ઓન વ્હીલ્સ પ્રોગ્રામ હઠળ ગ્રાહકોને તેમના ઘરે બાઇક સર્વિસ કરાવવાની તક મળશે. આ પ્રોગ્રામમાં એક મોબાઇલ સર્વિસ ટીમ ગ્રાહકના ઘરે જશે અને બાઇકની સંપૂર્ણ સર્વિસ કરશે. આ ટીમ પાસે ટૂલ કિટ સાથે ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ પણ હશે. જેથી, જરૂર પડવા પર પાર્ટ્સ બદલી પણ શકાશે.

સર્વિસિંગ સિવાય બાઇકનું નાનું-મોટું રિપેરિંગ પણ થશે
આ ટીમ બાઇક્સની સર્વિસિંગ સિવાય નાનું-મોટું રિપેરિંગ, ઇલેક્ટ્રિકલ ખામીઓ દૂર કરવી, પાર્ટ્સ બદલવા અને પાર્ટ્સનું રિપેરિંગ તેમજ ટેસ્ટિંગ વગેરે કામ પણ કરશે. આ સર્વિસ રોડ સાઇડ આસિસ્ટન્સ તરીકે પણ કામ કરશે. તેથી, જો કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં જરૂર પડી તો રોડ સાઇડ આસિસ્ટન્સ સુવિધા પણ મળી જશે. સામાન્ય રીતે આ ટીમ 80% સુધીની તમામ પ્રકારની બાઇકની સર્વિસિંગ કરશે.

આ સુવિધાનો લાભ ઉઠાવવા શું કરવું?
રોયલ એન્ફિલ્ડના ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા નજીકની ડીલરશિપ પર ફોન દ્વારા સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ તે ડીલરશિપ પર તમને બાઇકની સર્વિસિંગ માટે અપોઇન્ટમેન્ટ એટલે કે સમય આપવામાં આવશે અને તે નક્કી કરેલા સમય પર મોબાઇલ ટીમ તમારા ઘરે પહોંચીને તમારી બાઇકની સર્વિસિંગ કરી દેશે. આ માટે કંપનીએ ખાસ કરીને બાઇક્સની એક ફ્લીટ તૈયાર કરી છે, જે રોયલ એન્ફિલ્ડની ખાસ બાઇક્સ માટે તૈયાર કરવામાં આવી છે. આ બાઇક્સના પાછળના ભાગ પર ટૂલ બોક્સ પણ આપવામાં આવ્યું છે, જેમાં તમામ જરૂરી પાર્ટ્સ સાથે જ અન્ય ટૂલ્સ પણ હશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી