તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Royal Enfield Launches Entry Level Model Classic 350, Will Get Many Features Including New J Platform Engine, LCD Fuel Gauge And ABS

ન્યૂ લોન્ચ:રોયલ એન્ફિલ્ડે એન્ટ્રી લેવલ મોડેલ ક્લાસિક 350 લોન્ચ કર્યું, નવું J-પ્લેટફોર્મ એન્જિન, LCD ફ્યુલ ગેજ અને ABS સહિત અનેક ફીચર્સ મળશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ વેઇટ ઇઝ ઓવર....ઇન્ડિયન માર્કેટમાં રોયલ એન્ફિલ્ડે તેની નવી બાઇક લોન્ચ કરી દીધી છે. રોયલ એન્ફિલ્ડ દ્વારા 2021 ક્લાસિક 350 બુલેટ લોન્ચ કરવામાં આવી છે. આ એન્ટ્રી લેવલ મોડેલની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 1.84 લાખ રૂપિયા છે. કંપનીએ જૂનાં મોડેલની સરખામણીએ તેમાં અનેક ફેરફાર કર્યા છે. કંપનીએ આ બુલેટ કુલ 5 વેરિઅન્ટમાં લોન્ચ કરી છે.

વેરિઅન્ટ પ્રમાણે ભાવ

એન્જિન ડિટેલ્સ
બુલેટમાં નવું J-પ્લેટફોર્મ 349ccનું એન્જિન મળશે, જેણે 346cc UCE એન્જિન રિપ્લેસ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ એન્જિન મિટિયર 350 જેવું જ છે. જો કે, તેની પાસે તેનો પોતાનો ઇગ્નિશન ટાઇમિંગ, એક્ઝોસ્ટ લેઆઉટ અને ફ્યુલિંગ મેપ છે. જૂનાં ક્લાસિકના પુશરોડ વાલ્વ સિસ્ટમને SOHC ટૂ-વાલ્વ હેડથી બદલવામાં આવી છે. આ એન્જિનનો પીક પાવર 20.3hp અને પીક ટોર્ક 27Nm છે. એન્જિનને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

2021 રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350ની ચેસિસ
રોયલ એન્ફિલ્ડે બુલેટની ચેસિસમાં પણ મોટા ફેરફાર કર્યા છે. 2021 મોડેલમાં સિંગલ ક્રેડલ ફ્રેમને ડબલ ડાઉનટ્યુબ યૂનિટ સાથે રિપ્લેસ કરવામાં આવી છે. આ ચેન્જિસ મિટિયર 350 જેવાં જ છે, માત્ર ફૂટ પેગ માઉન્ટ અલગ છે. રોયલ એન્ફિલ્ડે જણાવ્યું કે નવી ક્લાસિકમાં 41mm ટેલિસ્કોપિક ફોર્ક મળી રહ્યું છે. 2021 ક્લાસિક 350નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 35mm વધારીને 170mm કરી દેવામાં આવ્યું છે. રસ્તા પર સારા કન્ટ્રોલ માટે તેમાં 300mmની ફ્રંટ ડિસ્ક અને રિઅરમાં 270mmની ડ્યુઅલ ચેનલ ABS આપી છે. સિંગલ ચેનલ ABS મોડેલના રિઅરમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફીચર્સ
2021 ક્લાસિક 350માં અપડેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે, જેમાં પહેલીવાર LCD ફ્યુલ ગેજ મળશે. તેમાં બે ટ્રીપ મીટર પણ આપવામાં આવ્યાં છે. ટોપ-સ્પેક ક્રોમ વેરિઅન્ટ પણ કંપનીની ટ્રિપર નેવિગેશન ડિસ્પ્લે સાથે આવે છે. આ રાઇડરના સ્માર્ટફોનની મદદથી કનેક્ટ થઇને ગૂગલ મેપ્સ ડેટાનો ઉપયોગ કરે છે અને માત્ર નેવિગેશન સંબંધિત માહિતી આપે છે. જો કે, આ કોલ અથવા SMSનું નોટિફિકેશન નથી આપતી. બાઇકની ચારેબાજુ અપડેટેડ લાઇટ્સ પણ આપવામાં આવી છે. પરંતુ આ હેલોજન પાવર્ડ બલ્બથી બનેલી છે. તેમાં અપડેટેડ સ્વીચગિયર મળશે, જેને મિટિયર 350માંથી લેવામાં આવ્યું છે.