તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો કંપનીઓએ ગયા વર્ષે જ કહી દીધું હતું કે, 1 જાન્યુઆરીથી કારની કિંમત વધી જશે. હવે કંપનીઓએ ધીમે-ધીમે નવી પ્રાઈઝ લિસ્ટ કહેર કરવાનું શરુ કરી દીધું છે. હાલમાં બજાજ, રોયલ એન્ફિલ્ડ અને હોન્ડાએ નવી પ્રાઈસ લિસ્ટ જાહેર કરી છે. આ વર્ષે કાર ખરીદવી મોંઘી પડશે.
જો તમે બજાજ પલ્સર, રોયલ એન્ફિલ્ડ બાઈક કે એક્ટિવા ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો શોરૂમ પર જતા પહેલાં એકવાર નવું પ્રાઈઝ લિસ્ટ જોઈ લો
1. બજાજ પલ્સર
બજાજ પલ્સર રેંજમાં 7 મોડલ્સ અવેલેબલ છે. તેમાં 125Ccથી 200Cc સુધીની બાઈક પણ સામેલ છે. કંપનીએ તેની કિંમતમાં 500 રૂપિયાથી 1500 સુધીનો વધારો કર્યો છે. રસપ્રદ વાત તો એ છે કે, એન્ટ્રી લેવલ નિયોન ડ્રમની કિંમતમાં 506 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત અન્ય દરેકની કિંમતમાં વધારો કર્યો છે.
2. રોયલ એન્ફિલ્ડ
કંપનીના પોર્ટફોલિયોમાં 350Ccથી લઈને 650Cc સુધીની બાઈક સામેલ છે. એન્ફિલ્ડ બુલેટ 350 અને 350 એક્સની કિંમતમાં 185 રૂપિયા વધાર્યા છે જ્યારે ક્લાસિક 350ની કિંમતમાં 2117થી 2290 રૂપિયાનો વધારો કર્યો છે. હિમાલયનની કિંમત પહેલા જેટલી જ છે. આ ઉપરાંત અન્ય મોડલની કિંમતમાં 3,378 રૂપિયાનો વધારો થયો છે.
3.હોન્ડા એક્ટિવા
એક્ટિવા હાલમાં જ 2.5 કરોડ યુનિટનો સેલ્સનો આંકડો પાર કરનારી પ્રથમ ટુ-વ્હીલર કંપની બની છે. કંપનીએ એક્ટિવા 6G અને 125 બંનેની કિંમત વધારી છે. 6Gની કિંમતમાં 907થી 1152 રૂપિયા જ્યારે 125 મોડલની કિંમતમાં 1159થી 1281 રૂપિયાનો વધારો કર્યો છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.