તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350માં 1,837 રૂપિયાનો વધારો નોંધાયો, સાત મહિનામાં કંપનીએ બીજીવાર ભાવવધારો કર્યો

10 મહિનો પહેલા
  • ભારતમાં રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350ની ટક્કર જાવા, જાવા 42 અને બેનેલી ઇમ્પિરિયલ સાથે છે
  • સ્ટેલ્થ બ્લેક અને ગનમેટલ ગ્રે સિવાય ક્લાસિક 350ના તમામ મોડેલ્સ સ્ટીલ વ્હીલ્સ સાથે આવે છે

ભારતની સૌથી જૂની અને પોપ્યુલર ઓટોમોબાઇલ કંપનીઓમાંથી એક રોયલ એન્ફિલ્ડે ક્લાસિક 350ની કિંમતમાં ફરી વધારો કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં આ બીજી વખત છે જ્યારે કંપનીએ આ મોડેલના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ જાન્યુઆરી 2020માં BS6 કમ્પ્લાયનટ મોડેલ લોન્ચ બથયા પછી પણ તેની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. BS4 મોડેલ કરતાં BS6 કમ્પ્લાયન્ટ ક્લાસિક 350નું વજન એક કિલો તો વધી જ ગયું છે પણ સાથે તે ઓછી પાવરફુલ અને વધારે મોંઘી પણ થઈ ગઈ છે. એટલે, હવે આ બાઇક ખરીદવા વધારે પૈસા ચૂકવવા પડશે.

રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350નું નવું પ્રાઇસ લિસ્ટ
વેરિઅન્ટનવી કિંમતજૂની કિંમતતફાવત
સિંગલ ચેનલ ABS1,61,688 રૂ.1,59,851 રૂ.1837 રૂ.
ડ્યુઅલ ચેનલ ABS1,69,617 રૂ.થી 1,86,319 રૂ.1,67,780 રૂ. થી 1,84,482 રૂ.1837 રૂ.

ભાવવધારા સાથે કોઈ અપડેટ નહીં મળે

  • હવે ક્લાસિક 350ના સિંગલ ચેનલ ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) મોડેલની કિંમત 1,61,688 રૂપિયા છે, જ્યારે ડ્યુઅલ ચેનલ ABS મોડેલની કિંમત 1,69,617રૂપિયાથી 1,86,319 રૂપિયા વચ્ચે હશે. જો કે, આ આશ્ચર્યજનક નથી કારણ કે, અન્ય ટૂ-વ્હીલર કંપનીઓ જેમ કે, KTM અને બજાજ પણ વારંવાર તેમની બાઇક્સના ભાવમાં વધારો કરી રહ્યા છે.
  • કિંમતમાં ભાવવધારો કર્યા બાદ ક્લાસિક 350માં કોઈ નવી અપડેટ આપવામાં નથી આવી. કલર ઓપ્શન્સ પણ સમાન છે. સિંગલ-ચેનલ ABS વેરિઅન્ટમાં ચેસ્ટનટ રેડ, એશ, મર્કરી સિલ્વર અને રેડડિચ રેડ પેઇન્ટ સ્કીમ્સ હોઈ શકે છે, જ્યારે ડ્યુઅલ ચેનલ ABS મોડેલ માટે ક્લાસિક બ્લેક, ક્રોમ બ્લેક, સ્ટીલ્થ બ્લેક, એરબોર્ન બ્લુ, ગનમેટલ ગ્રે અને સ્ટોર્મ્રિડ સેન્ડ ઉપલબ્ધ છે.
  • સ્ટીલ્થ બ્લેક અને ગનમેટલ ગ્રે સિવાયના ક્લાસિક 350ના તમામ મોડેલ્સ સ્ટીલ વ્હીલ્સ સાથે આવે છે. તેમાં 346ccનું એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 28Nm ટોર્ક આઉટપુટ જનરેટ કરે છે. જો કે, પાવર આઉટપુટ 20.1PSથી ઘટાડીને 19.3PS કરવામાં આવ્યું છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ ટ્રાન્સમિશન મળે છે.

જાવા અને ઇમ્પિરિયલ 400 સાથે પણ ટક્કર
રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 ઇન્ડિયન માર્કેટમાં જાવા, જાવા 42 અને બેનેલી ઇમ્પિરિયલ 400ને ટક્કર આપે છે. BS6 નોર્મ્સ લાગુ થયા બાદ કંપનીએ ક્લાસિક 500નું મોડેલ બંધ કરી દીધું છે. એવી અપેક્ષા છે કે તેને 650cc મોડેલ દ્વારા બદલી શકાશે. 350ccc મોડેલ પણ ટંક સમયમાં જ એક જનરેશન ચેન્જ થશે. નેક્સ્ટ જનરેશન મોડેલ્સ આવતા વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન માર્કેટમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. ત્યારે પણ કિંમતમાં ફરી એક વખત વધારો થઈ શકે છે.

કંપની 650cc ક્રૂઝર પર પણ કામ કરી રહી છે
કંપની ટૂંક સમયમાં ભારતમાં મિટિઅર 350 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે દિવાળીની આસપાસ લોન્ચ થઈ શકે છે. મિટિઅર રેન્જને બંધ થઈ ચૂકેલ થંડરબર્ડ 350ના રિપ્લેસમેન્ટ તરીકે ઉતારવામાં આવશે. રોયલ એન્ફિલડ લાઇનઅપમાં ઘણા અન્ય મોડેલ્સ લોન્ચ થવાના છે, જેમાં શેરપા (અથવા હંટર) 250cc અને નવા 650cc લો-સ્લંગ ક્રૂઝરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...