તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:રોયલ એન્ફિલ્ડ Classic 350ના ભાવમાં ₹8,362નો વધારો કરાયો, હવે ખરીદવા ₹1.79 લાખ ચૂકવવા પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બુલેટ લવર્સ માટે એક માઠા સમાચાર છે. ભારતની ખૂબ જ લોકપ્રિય ઓટોમોબાઇલ કંપની રોયલ એનફિલ્ડે તેની સૌથી સક્સેસફુલ બાઇક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ના ભાવ વધારી દીધા છે. કાચા માલના ભાવમાં વધારાને કારણે ઇનપુટ કોસ્ટમાં વધારો થવાને કારણે કંપનીએ બાઇકની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ આ બાઇક ગયા વર્ષે BS6 એન્જિન સાથે એપ્રિલ 2020માં રજૂ કરી હતી. હવે કંપની આ બાઇકનું નેક્સ્ટ જનરેશન મોડેલ પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

હવે આ બાઇકની પ્રારંભિક કિંમત 1,79,782 રૂપિયા થઈ ગઈ છે
હવે આ બાઇકની પ્રારંભિક કિંમત 1,79,782 રૂપિયા થઈ ગઈ છે

ભાવમાં કેટલો વધારો થયો?
કંપનીએ આ બાઇકની કિંમત 8,362 રૂપિયા વધારી છે. હવે આ બાઇકની પ્રારંભિક કિંમત 1,79,782 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ એપ્રિલમાં પણ આ બાઇકની કિંમતમાં રૂ. 5,992નો વધારો કરવામાં આવ્યો હતો. ABS સ્ટીલ બ્લેક અને ક્રોમ બ્લેક વેરિઅન્ટથી સજ્જ આ બાઇકનું ટોપ એન્ડ વેરિઅન્ટ ખરીદવા હવે ગ્રાહકોએ 2,06,962 રૂપિયા ચૂકવવા પડશે.

નવી જનરેશન ક્લાસિક 350માં જોવા મળશે તે સૌથી મોટો ફેરફાર છે એન્જિન. રોયલ એનફિલ્ડે આ બાઇકમાં નવું 349ccનું સિંગલ સિલિન્ડર એર કૂલર લોન્ગ સ્ટ્રોક એન્જિન આપ્યું છે, જે 20.2 bhp પાવર અને 27 Nm પિકઅપ ટોર્ક જનરેટ કરી શકે છે. આ બાઇક 5 સ્પીડ ગિયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવશે. નવી ક્લાસિક 350 રાઇડ કરતી વખતે વધારે વાઇબ્રેશન નહીં થાય અને લોકો આ બાઇક ચલાવવાનો ખૂબ આનંદ ઉઠાવી શકશે.

રાઇડર તેના સ્માર્ટફોનમાં Royal Enfield App ડાઉનલોડ કરીને નેવિગેશન સહિત અન્ય ફીચર્સનો લાભ ઉઠાવી શકશે
રાઇડર તેના સ્માર્ટફોનમાં Royal Enfield App ડાઉનલોડ કરીને નેવિગેશન સહિત અન્ય ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

નવા ક્લાસિક 350 ની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં મીટિયર 350ની જેમ જ નવી ટ્રીપર નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના દ્વારા રાઇડર તેના સ્માર્ટફોનમાં Royal Enfield App ડાઉનલોડ કરીને નેવિગેશન સહિત અન્ય ફીચર્સનો લાભ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની મદદથી ઉઠાવી શકે છે. રોયલ એનફિલ્ડ નવી ક્લાસિક 350 દ્વારા તાજેતરમાં લોન્ચ થયેી હોન્ડા હાઇનેસ CB 350 સહિત આ રેન્જમાં આવતી અન્ય બાઇક્સને ટક્કર આપશે.