રોયલ એનફિલ્ડ:ગ્રાહકોને ક્લાસિક 350માં બે નવા કલર વેરિઅન્ટ મળશે, જાણો રેગ્યુલર મોડલ કરતાં કેટલી વધારે કિંમત છે?

2 વર્ષ પહેલા

રોયલ એનફિલ્ડે હાલમાં જ મોસ્ટ અવેટેડ મીટિઓર 350 લોન્ચ કર્યું, તેને થંડરબર્ડ રેન્જમાં રિપ્લેસમેન્ટ રૂપે રજૂ કર્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે, ચેન્નાઈ બેઝ્ડ નિર્માતા અન્ય પ્રોડક્ટ પર પોતાનું ધ્યાન ફોકસ કરી રહ્યા છે, કારણ કે રોયલ એનફિલ્ડે દેશમાં તેની સૌથી ફેમસ બાઈક ક્લાસિક 350ના બે નવા કલર ઓપ્શન રજૂ કર્યા છે.

બે કલરમાં મેટલો સિલ્વર અને ઓરેન્જ એમ્બર છે. મેટલો સિલ્વરમાં બેઝ કલર સિલ્વર છે, જ્યારે તેમાં મરુન રંગનો એક લોગો છે. ઓરેન્જ એમ્બર શેડમાં બોડી વર્ક પર ડ્યુઅલ ટોન બ્લેક અને ઓરેન્જ ફિનિશ મળે છે, જ્યારે એન્જિન એરિયા અને વ્હીલ્સમાં બ્લેક કલર પેઈન્ટ કર્યો છે.

આ બે કલર ઓપ્શન રોયલ એનફિલ્ડ Make It Yours (MiY) પ્રોગ્રામ હેઠળ અવેલેબલ છે. બંને વેરિઅન્ટ ટ્યુબલેસ ટાયરની સાથે, અલોય વ્હીલ્સથી સજ્જ છે. યુનિક પેઈન્ટ સ્કીમ સિવાય બાઈકમાં બીજા કોઈ ચેન્જ નથી.

એન્જિનમાં કોઈ ફેરફાર નથી
ક્લાસિક 350ને પાવર આપવા માટે એક 36 સીસી સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે જે મેક્સિમમ પાવર 19.36Ps અને સાથે જ 28Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે અને તેને 5 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. રોયલ એનફિલ્ડ બુલેટ 350માં જે એન્જિન હતું તે આ જ છે.
બાઈકને એક સિંગલ ડાઉનવોચ ફ્રેમ મળે છે અને સસ્પેન્શન સેટઅપમાં ફ્રન્ટમાં એક ટેલિસ્કોપિક ફોર્ક અપ સામેલ છે. બ્રેકિંગ ડ્યુટીને સ્ટાન્ડર્ડ રૂપે એક ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક દ્વારા કંટ્રોલ કરી શકાય છે. જ્યારે ડ્યુઅલ ચેનલ ABSની સાથે એક રિયર ડિસ્ક બ્રેક ઓપ્શનલ છે.

કિંમત શું હશે?
આ બે નવા કલર વેરિઅન્ટની કિંમત 1,83,164 રૂપિયા છે, જ્યારે રેગ્યુલર ક્લાસિક 350ની કિંમત 1, 61, 689 રૂપિયાથી 1,86,319 રૂપિયા સુધીની છે. (દરેક કિંમતો એક્સ શોરૂમ દિલ્હી)