તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચિંગ પહેલા રોયલ એન્ફિલ્ડ બુલેટ 350 બાઇકની કિંમત લીક, કિંમત ₹7 હજાર વધવાની શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલ્ડ માર્કેટમાં તેની બુલેટ 350ને BS6 એન્જિનમાં લાવવા જઈ રહી છે. પરંતુ આ બાઇકના લોન્ચિંગ પહેલાં જ તેની કિંમત લીક થઈ ગઈ છે. આ બાઇક સ્ટાન્ડર્ડ અને X એમ બે વેરિઅન્ટ્સમાં આવશે. ઓનલાઇન લીક થયેલી કિંમત અનુસાર, બાઇકના સ્ટાન્ડર્ડ મોડેલના કિક સ્ટાર્ટ વેરિઅન્ટની કિંમત 1.28 લાખ રૂપિયા છે. આ બાઇકનું X વેરિઅન્ટ કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ સિસ્ટમ સાથે આવે છે. કિક સ્ટાર્ટ વેરિઅન્ટ 1.22 લાખ રૂપિયા છે અને સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટની કિંમત 1.37 લાખ રૂપિયા છે. 
 

કિંમતમાં 7,000 રૂપિયા સુધીનો વધારો
જૂનાં મોડેલ કરતાં નવાં મોડેલની કિંમતમાં 7,000 રૂપિયા સુધીનો વધારો થયો છે. કંપનીએ આ બાઇકનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે.

બુકિંગ અમાઉન્ટ 10,000 રૂપિયા
BS6 રોયલ એન્ફિલ્ડ બુલેટ 350 બાઇક બુક કરાવવા માટે ગ્રાહકે 10,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપવી પડશે. આ બાઇકની ડિલિવરી કંપની આવતા અઠવાડિયાંથી શરૂ કરશે.

એન્જિન અને પાવર
આ બાઇકને કંપની નવી કલર સ્કીમ સાથે પણ લાવશે. આ બાઇકમાં 346cc, સિંગલ સિલિન્ડર એરકૂલ્ડ UCE એન્જિન સાથે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ આપવામાં આવી છે. જો કે, આ એન્જિનના પાવર અને ટોર્કની માહિતી હજી સામે નથી આવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો