રોયલ એન્ફિલ્ડના 650 Twinsના BS6 મોડેલ લોન્ચ થયાં, કિંમતમાં 9,500 રૂપિયાનો વધારો ઝીંકાયો

Royal Enfield BS6 model of 650 twins launched, price hiked by Rs 9,500
X
Royal Enfield BS6 model of 650 twins launched, price hiked by Rs 9,500

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 12:21 PM IST

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલ્ડે 650cc કેપેસિટી ધરાવતી બંને બાઇક્સ ઇન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેન્ટલ GT 650ના BS6 મોડેલ લોન્ચ કરી દીધાં છે. ઇન્ટરસેપ્ટર 650 BS6ની પ્રારંભિક કિંમત 2.65 લાખ રૂપિયા અને કોન્ટિનેન્ટલ GT 650 BS6ની કિંમત 2.81 લાખ રૂપિયા છે. BS4 મોડેલ કરતાં BS6 મોડેલ્સની કિંમતમાં આશરે 8,500થી 9,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

એન્જિનને BS6માં અપગ્રેડ કરવાની સાથે બંને બાઇક્સમાં અન્ય કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. રોયલ એન્ફિલ્ડની આ બંને બાઇક્સમાં 649cc, પેરેલલ ટ્વીન એર એન્ડ ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7,250 rpm પર 47 bhp પાવર અને 5,250 rpm પર 52 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

રોયલ એન્ફિલ્ડ 650 ટ્વીન્સની નવી કિંમત

વેરિઅન્ટ BS6 મોડેલની કિંમત BS4થી કેટલીકિંમત વધારે?
ઇન્ટરસેપ્ટર 650 (ઓરેન્જ ક્રશ, સિલ્વર સ્પેક્ટર અને માર્ક 3) 2,64,919 રૂ. 8,547 રૂ.
ઇન્ટરસેપ્ટર 650 (રેવિશિંગ રેડ, બેકર એક્સપ્રેસ) 2,72,806 રૂ. 8,777 રૂ.
ઇન્ટરસેપ્ટર 650 (ગ્લિટર અને ડસ્ટ) 2,85,951 રૂ. 9,160 રૂ.
કોન્ટિનેન્ટલ GT 650 (બ્લેકમેજિક અને વેન્ચ્યુરા બ્લુ) 2,80,677 રૂ. 9,104 રૂ.
કોન્ટિનેન્ટલ GT 650 (આઇસ ક્વીન વ્હાઇટ) 2,88,564 રૂ. 9,235 રૂ.
કોન્ટિનેન્ટલ GT 650 (મિસ્ટર ક્લીન ક્રોમ) 2,92,092 રૂ. 9,615 રૂ.

બ્રેકિંગ

BS6 ઇન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેન્ટલ GT 650ના સાઇકલપાર્ટ્સ અને ઇક્વિપમેન્ટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. બાઇક્સના ફ્રંટમાં 320mm ડિસ્ક અને રિઅરમાં 240 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ઇન્ટરસેપ્ટર 650 રેટ્રોલ રોડસ્ટર સ્ટાઇલિંગ બિક છે. તેને લાંબા અંતરની મુસાફરી કરવા માટે આ બાઇક ડિઝાઇન કરવામાં આવી છે. કોન્ટિનેન્ટલ GT એક કાફે રેસર બાઇક છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી