• Home
  • Utility
  • Automobile
  • Royal Enfield brings first electric bike which will give powerful performance with good driving range

અપકમિંગ / રોયલ એન્ફિલ્ડ પહેલી ઇલેક્ટ્રિક બાઇક લાવી રહી છે, સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે પાવરફુલ પર્ફોર્મન્સ મળશે

Royal Enfield brings first electric bike which will give powerful performance with good driving range

Divyabhaskar.com

Nov 29, 2019, 12:26 PM IST

ઓટો ડેસ્કઃ ઇલેક્ટ્રિક સ્કૂટર લાવવાની હોડમાં રોયલ એન્ફિલ્ડે પણ તેનું નામ નોંધાવી લીધું છે. રોયલ એન્ફિલ્ડ પણ હવે ઇલેક્ટ્રિક બાઇક લાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીના સીઈઓ વિનોદ દસારીએ આ માહિતી આપી છે. આ ઉપરાંત, એ વાત પણ જાણવા મળી કે કંપની તેનાં પ્રોડક્ટ્સની એક નવી રેન્જ લાવવાની છે. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં કંપનીએ 700 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ ઇલેક્ટ્રિક બાઇક પ્રોજેક્ટ પણ આનો જ ભાગ છે.

તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, કંપની રોયલ એનફિલ્ડ 2.0 નામનું નવું વિઝન લઇને આવી છે, જેમાં 4 ઇમ્પોર્ટન્ટ એક્શન પોઇન્ટ્સ છે. આમાં પ્રોડક્ટની રેન્જમાં વધારો, વિશ્વવ્યાપી પહોંચ વધારવા, સોલ્યૂશન સેલિંગ અને ડિજિટલ પ્લેટફોર્મનો શક્ય એટલો વધુ ફાયદો ઉઠાવવો સામેલ છે, જેથી રોયલ એન્ફિલ્ડને ભારતમાં એક ગ્લોબલ કન્ઝ્યૂમર બનાવી શકાય.

રોયલ એન્ફિલ્ડનાં વ્હીકલ પોર્ટફોલિયોની અત્યાર સુધીની આ પહેલી ઇલેક્ટ્રિક બાઇક હશે. જો કે, તેની ટેક્નોલોજી અને અન્ય મિકેનિઝમ વિશે સત્તાવાર રીતે હજી કંઈ જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ જાણકારોનું માનવું છે કે, કંપની તેનાં ઇલેક્ટ્રિક બાઇકને હેવી મોટરથી સજ્જ કરશે જે બાઇકને સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે પાવરફુલ પર્ફોર્મન્સ આપશે.

X
Royal Enfield brings first electric bike which will give powerful performance with good driving range
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી