ભાવવધારો / રોયલ એન્ફિલ્ડની 650cc બાઇક્સ મોંઘી થઈ, બાઇકના ભાવમાં 6,400 રૂપિયા સુધીનો વધારો કરાયો

Royal Enfield 650cc Bikes get Expensive, Bike Prices hike Up to Rs 6,400

Divyabhaskar.com

Sep 07, 2019, 01:15 PM IST

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલ્ડે પોતાની 650ccવાળી બંને બાઇક્સ Interceptor 650 અને Continental GT 650ની કિંમત વધારી દીધી છે. તેમની કિંમતમાં આશરે 6 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમતમાં વધારો બંને બાઇક્સના તમામ વેરિઅન્ટમાં કરવામાં આવ્યો છે. રોયલ એન્ફિલ્ડે 650ccની આ બંને બાઇક્સ ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરી હતી. લોન્ચિંગ બાદ પહેલીવાર આ બાઇક્સની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

ભાવવધારા બાદ Interceptor 650ની પ્રારંભિક કિંમત હવે 2,56,372 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 2,50,610 રૂપિયા હતી. કેફે રેસર Continental GT 650ની પ્રારંભિક કિંમત હવે 2,71,673 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 2,65,609 રૂપિયા હતી. નવી કિંમતો કંપનીની વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવી છે.

હજી ભાવવધારો થઈ શકે છે
આ બંને રોયલ એન્ફિલ્ડની બાઇકની કિંમત થોડા મહિના પછી ફરી વધી શકે છે. 1 એપ્રિલ 2020થી દેશમાં BS-6 ધોરણ લાગુ કરવામાં આવશે. તે પહેલાં કંપની આ બાઇક્સનું BS-6 મોડલ લોન્ચ કરશે. એન્જિનને BS-6 ઉત્સર્જન ધોરણોમાં અપગ્રેડ કરવાથી બાઇકની કિંમત વધશે.

X
Royal Enfield 650cc Bikes get Expensive, Bike Prices hike Up to Rs 6,400
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી