• Gujarati News
  • Utility
  • Automobile
  • Rolls Royce's 'Spirit Of Innovation' E aircraft Flies Record Speed Of 555.9 Kmph, Battery Capacity To Charge 7500 Phones Simultaneously

ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ:રોલ્સ રોયસના 'સ્પિરિટ ઓફ ઈનોવેશન' ઈ-વિમાને 555.9 Kmphની સ્પીડે ઉડાન ભરી રેકોર્ડ બનાવ્યો, 7500 ફોન એકસાથે ચાર્જ કરવાની બેટરી ક્ષમતા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટ રન દરમિયાન વિમાને 623 kmphની ટોપ સ્પીડ હાંસલ કરી
  • આ સિંગલ સીટર એરક્રાફ્ટની મોટર 500 hpનો પાવર જનરેટ કરે છે

માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સની બોલબાલા વધવાથી તમારા મનમાં ચોક્કસથી એ કલ્પના થઈ હશે કે હવે તો ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ પણ લોન્ચ થવું જોઈએ. તમારી આ કલ્પનાને લક્ઝરી કાર મેન્યુફેક્ચરર રોલ્સ રોયસે સાચી કરી છે. કંપનીએ ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ તૈયાર કર્યું છે. તેનું નામ 'સ્પિરિટ ઓફ ઈનોવેશન' છે. કંપનીનો દાવો છે કે આ વિમાન દુનિયાનું સૌથી ઝડપી વિમાન છે.

555.9kmphની સ્પીડ માત્ર 3 કિમી.ની ઊંચાઈએ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ વિમાને 3 કિલોમીટરની ઊંચાઈએ 555.9 kmphની સ્પીડનો રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ રન દરમિયાન વિમાને 623 kmphની ટોપ સ્પીડ હાંસલ કરી છે. આ એરક્રાફ્ટ 15 મિનિટ સુધી આકાશમાં રહ્યું હતું. આ વિમાને 2017માં સીમેન્સ ઈ એરક્રાફ્ટના 330 LE એરોબેટિક વિમાનની 213.04kmphનો રેકોર્ડ તોડ્યો છે.

60 સેકન્ડમાં 3000 મીટરની ઊંચાઈ સર કરી
આ ઈ એરક્રાફ્ટે 1 મિનિટમાં 3000 મીટરની ઊંચાઈ પાર કરી છે. આ એરક્રાફ્ટે 202 સેકન્ડ સુધી આ ઊંચાઈએ આકાશમાં રહેવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે.

સિંગલ સીટર એરક્રાફ્ટ

સ્પિરિટ ઓફ ઈનોવેશન સિંગલ સીટર એરક્રાફ્ટ છે. કંપનીનો દાવો છે કે આ વિમાનમાં અન્ય વિમાનની સરખામણીએ સૌથી પાવરફુલ બેટરી મળે છે. વિમાન 600 સેલ બેટરી પેક પર કામ કરે છે. તેની મોટર 500 hpનો પાવર જનરેટ કરે છે. આ એરક્રાફ્ટ 483 kmphની ટોપ સ્પીડે ઉડાન ભરી શકે છે.

રોલ્સ રોયસ એર ટેક્સી ડેવલપ કરશે
કંપનીએ એર ટેક્સી ડેવલપ કરવા માટે ટેકનમ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. રોલ્સ રોયસ અને એરફ્રેમર ટેકનમ હાલ સ્કેન્ડિનેવિયાની સૌથી મોટી લોકલ એરલાઈન છે. તે Widerøe સાથે કામ કરે છે, જેથી માર્કેટમાં ઓલ ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ ડિસ્ટ્રિબ્યુટ કરી શકે. 2016માં રેવેન્યુ સર્વિસ માટે તેને તૈયાર કરવાનો પ્લાન છે.