તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Rising Raw Material Prices Have Pushed Up The Price Of Tata Vehicles By 1.8%. If Booked By May 7, The Car Will Be Delivered At The Old Price.

ભાવવધારો:કાચા માલના ભાવ વધવાથી ટાટાની ગાડીઓની કિંમતમાં 1.8% સુધીનો વધારો થયો, 7 મે સુધીમાં બુકિંગ કરાવ્યું હશે તો જૂના ભાવે ગાડી ડિલિવર થશે

4 મહિનો પહેલા

ટાટા મોટર્સે પેસેન્જર્સ વ્હીકલ (PV) સેગમેન્ટની ગાડીઓની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ આ વિશે જણાવ્યું કે, તે ગાડીઓની કિંમતમાં 1.8% સુધીનો નધારો કરશે. જો કે, કંપની કયા મોડેલ પર કેટલા રૂપિયા વધારશે એ વિશેની માહિતી નથી. કંપનીનું કહેવું છે કે, અલગ-અલગ મોડેલ્સ પર વિવિધ ભાવવધારો કરલીનીમ આવશે.

8 મેથી નવી કિંમત લાગુ થશે
ટાટાએ જણાવ્યું કે, જે ગ્રાહકોએ 7 મે અથવા તેના પહેલાં ગાડી બુક કરાવી દીધી છે તેઓ જૂના ભાવથી જ ગાડી ખરીદી શકશે. એટલે કે તેમને જૂની કિંમતે જ ગાડી ડિલિવર કરવામાં આવશે. નવી કિંમતો 8 મેથી શરૂ થનારા બુકિંગ પર લાગુ થશે. આવી સ્થિતિમાં એવા ગ્રાહકો માટે રાહત છે જેમણે 7 મે પહેલાં બુકિંગ કરાવી દીધું છે.

કાચો માલ મોંઘો થશે
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રેસિડન્ટ શૈલેષ ચંદ્રે જણાવ્યું કે, સ્ટીલ, કિંમતી ધાતુઓ અને કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની અસર કારના મેન્યુફેક્ચરિંગ પર જોવા મળી રહી છે. આ જ કારણોસર અમારે ગાડીની પ્રોડક્શન વેલ્યૂ વધારવી પડી રહી છે.

મારુતિ પહેલેથી ભાવવધારો કરી ચૂકી છે
16 એપ્રિલથી કંપનીએ કેટલાક મોડેલ્સના ભાવમાં વધારો કર્યો છે. કાર ખરીદવા માટે ગ્રાહકોએ હવે 1.6% (22,500 રૂપિયા) સુધી વધુ પૈસા ખર્ચવા પડશે. કારની એક્સ શો રૂમ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, કારમાં વપરાતા કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

અલ્ટો 12,500 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. તેમજ, અર્ટિગાના ભાવમાં 22,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિનિ SUV ગણાનારી કાર S-Presso હવે 7,500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.