તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:રેનોની અપકમિંગ SUV કાઇગર સનરૂફથી સજ્જ હશે, પ્રારંભિક કિંમત 5.25 લાખ રૂપિયા રહેવાની શક્યતા

4 મહિનો પહેલા
  • તેનું પ્રોડક્શન વર્ઝન 2021ની શરૂઆતમાં ડીલરશિપ પર પહોંચશેઃરિપોર્ટ
  • રેનો કાઇગરમાં ઘણાં ટોપ-એન્ડ પ્રીમિયમ ફીચર્સ જોવાં મળી શકે છે​

તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી નિસાન મેગ્નાઈટે તેની કિંમત અને ફીચર્સને કારણે ડોમેસ્ટિક માર્કેટમાં ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. થોડાં સમય પહેલાં તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું. કોમ્પેક્ટ SUVએ ચોક્કસપણે સબ-4 મીટર સ્પેસ ઘણી ગાડીઓને કડી ટક્કર આપી છે કારણ કે, તે અત્યારે તેનાં સેગમેન્ટની સૌથી સસ્તી ગાડી છે. હવે આ સેગમેન્ટમાં બીજી એક SUV એન્ટ્રી કરવા માટે તૈયાર છે, જેનું નામ રેનો કાઇગર છે.

આવતા વર્ષે શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે

  • થોડા દિવસો પહેલાં જ રેનોએ તેની નવી કોમ્પેક્ટ SUVનું ટીઝર રિલીઝ કર્યું હતું, ત્યારબાદ કાઇગરનું કોન્સેપ્ટ મોડેલ પણ શોકેસ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે, તેનું પ્રોડક્શન વર્ઝન આવતા વર્ષની શરૂઆતમાં ડીલરશીપ પર પહોંચી જશે.
  • નિસાનથી વિપરીત, ફ્રેન્ચ ઓટો મેકરની દેશભરમાં વિશાળ હાજરી છે અને તેણે વોલ્યુમ સેગમેન્ટની ગાડીઓ વેચવા માટે એક પ્રતિષ્ઠા મેળવી છે. તેથી, તે તેની કાઇગર સાથે CMF-A+ પ્લેટફોર્મનો લાભ ઉઠાવશે.

કંપની ફેમિલી બેઝ્ડ કસ્ટમર્સને ટાર્ગેટ કરશે

  • એક સ્પોર્ટી ડિઝાઇન લેન્ગવેજ સાથે તેની ગ્લોબલ રેન્જની પ્રોડક્ટ્સ અને ફ્યુલ એફિશિયન્ટ થ્રી-સિલિન્ડર પાવરટ્રેનમાંથી સ્ટાઇલ એલિમેન્ટ્સ લેતાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેનો કાઇગરમાં પ્રીમિમય ફીચર્સ જોવાં મળશે અને આ સનરૂફથી સજ્જ ભારતની સૌથી સસ્તી કાર પણ બની શકે છે.
  • આ ફીચર મોટાભાગે ફેમિલી બેઝ્ડ કસ્ટમર્સ દ્વારા પસંદ કરવામાં આવે છે અને રેનો તેની સાથે તેનું આકર્ષણ વધુ આકર્ષક બનાવી શકે છે.

કિંમત-ફીચર્સ ડિટેલ્સ
કાઇગરની પ્રારંભિક કિંમત 5.25 લાખ રૂપિયા હોઈ શકે છે, જે ટોપ મોડેલ માટે 10 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) સુધી જઈ શકે છે. ટોપ-એન્ડ વેરિઅન્ટમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વ્યૂ કેમેરા, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, મલ્ટિ-ફંક્શનલ સ્ટિયરીંગ વ્હીલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે આપવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો