અપગ્રેડ / રેનો ટ્રાઇબર BS-6 એન્જિનમાં અપગ્રેડ થઈ, હવે ખરીદવા ₹25 હજાર વધુ આપવા પડશે

Renault Triber upgraded with BS-6 engine

Divyabhaskar.com

Jan 29, 2020, 12:11 PM IST

ઓટો ડેસ્કઃ ઓટો મોબાઇલ કંપની રેનોએ તેની લોકપ્રિય કાર રેનો ટ્રાઇબરને BS-6 એન્જિન સાથે લોન્ચ કરી દેવામાં આવી છે. કારનું એન્ટ્રી લેવલ મોડેલ હવે પહેલાં કરતાં 4,000 રૂપિયા વધારે મોંઘું થઈ ગયું છે. તેમજ, BS-6 એન્જિન સાથે આવેલા ટોપ વેરિઅન્ટની કિંમત 29,000 રૂપિયા વધી ગઈ છે. ભારતમાં આ કાર ઓગસ્ટ મહિનામાં લોન્ચ થઈ હતી. આ કારને ભારતમાં 4.95 લાખ રૂપિયા લોન્ચ કરવામાં આવી હતી.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત
આ કારના RxE વેરિઅન્ટની કિંમત હવે 4.99 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે પહેલાં કરતાં 4,000 રૂપિયા વધારે છે. RxL વેરિઅન્ટની કિંમત હવે 5.74 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ વેરિઅન્ટનો ભાવ અગાઉ કરતાં 25,000 રૂપિયા વધી ગયો છે. RxT વેરિઅન્ટ હવે 6.24 લાખ રૂપિયામાં ખરીદી શકાશે. આ વેરિઅન્ટ પણ 25 હજાર રૂપિયા મોંઘું થયું છે. RxZ વેરિઅન્ટની કિંમતમાં સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે આ વેરિઅન્ટ 6.78 લાખ રૂપિયામાં ખરીદી શકાશે.

પાવર
ભારતમાં આ કાર ઓગસ્ટ મહિનામાં લોન્ચ થઈ હતી. રેનોએ આ કારમાં 1.0 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6250 rpm પર 72 PS પાવર અને 3500 rpm પર 96 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. રેનો ટ્રાઇબરમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સ, EBD સાથે ABS, રિઅર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ અલર્ટ અને પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન જેવાં સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ એટલે કે તમામ વેરિઅન્ટમાં આપવામાં આવ્યાં છે. ટોપ વેરિઅન્ટ્સમાં વધુ 2 એટલે કે કુલ 4 એરબેગ્સ આપવામાં આવી છે.

X
Renault Triber upgraded with BS-6 engine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી