ન્યૂ લોન્ચ / રેનો ટ્રાઇબર AMT મોડેલ લોન્ચ થયું, મેન્યુઅલ કરતાં AMT મોડેલની કિંમત 40 હજાર રૂપિયા વધારે

X

દિવ્ય ભાસ્કર

May 19, 2020, 08:42 PM IST

દિલ્હી. રેનોએ ઇન્ડિયન માર્કેટમાં ટ્રાઇબર AMT કાર લોન્ચ કરી દીધી છે. રેનો ટ્રાઇબર AMTની પ્રારંભિક કિંમત 6.18 લાખ રૂપિયા છે. ટ્રાઇબરના ત્રણ વેરિઅન્ટ RXL, RXT અને RXZમાં AMT (ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન)નો ઓપ્શન આપવામાં આવ્યો છે. મેન્યુઅલ કરતાં AMT મોડેલની કિંમત 40 હજાર રૂપિયા વધારે છે. કંપનીએ Triber AMTનું બુકિંગ શરૂ કરી દીધું છે, જ્યારે તેની ડિલિવરી આવનારા અઠવાડિયાંમાં શરૂ થઈ જશે.

તમામ વેરિઅન્ટની કિંમત

AMT ગિયરબોક્સવાળી રેનોટ્રાઇબરના RXL વેરિઅન્ટની કિંમત 6.18 લાખ રૂપિયા, RXT વેરિઅન્ટની 6.68 લાખ રૂપિયા અને RXZ વેરિઅન્ટની કિંમત 7.22 લાખ રૂપિયા છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવનારી ટ્રાઇબર ચાર વેરિઅન્ટ RXE, RXL, RXT અને RXZમાંઅવેલેબલ છે. તેમી કિંમત અનુક્રમે 4.99 લાખ રૂપિયા, 5.78 લાખ રૂપિયા અને 6.82 લાખ રૂપિયા છે.

પાવર

7 સીટરરેનો ટ્રાઇબરમાં 5 સ્પીડ AMT સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પહેલાની જેમ જ આ કોમ્પેક્ટ MPV 1.0 લિટર, 3 સિલિન્ડર એન્જિન સાથે ઉપલબ્ધ છે, જે 72hp પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરે છે.

ફીચર્સ

ટ્રાઇબર AMT ફીચર્સ બાબતે પણ મેન્યુઅલ વર્ઝનથી અલગ નથી. 4 મીટરથી નાની આ MPVના ટોપ વેરિઅન્ટમાં 4 એરબેગ્સ, રિઅર કેમેરા, રિઅર ડિફોગર અને વાઇપર જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ વેરિઅન્ટમાં LED DRL, 15 ઇંચ વ્હીલ્સ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે અને ફોન આધારિત નેવિગેશન સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કી-લેસ એન્ટ્રી ગો અને પાવર અડજસ્ટેબલ વિંગ મિરર્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

4 સિટિંગ મોડ

7 સીટર રેનો ટ્રાઇબર 4 સિટિંગ મોડમાં આવે છે. તેની સીટ્સને 7 સીટર, 5 સીટર, 4 સીટર અને 2 સીટર મોડમાં અડજસ્ટ કરી શકાય છે. 7 સીટર વર્ઝમાં ટ્રાઇબરની બૂટ સ્પેસ 84 લિટર અને ત્રીજી લાઇનવાળી સીટ કાઢી નાખવાથી એટલે કે 5 સીટર વર્ઝનમાં તેની બૂટ સ્પેસ 625 લિટર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી