ભાવવધારો:રેનો કાઇગરની કિંમતમાં 33,000 રૂપિયાનો વધારો કરાયો, હવે બેઝ વેરિઅન્ટ ખરીદવા ગ્રાહકે 5.45 લાખ ચૂકવવા પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેનો ઇન્ડિયાએ તાજેતરમાં જ લોન્ચ કરેલી કાર રેનો કાઇગરની કિંમતમાં વધારો કર્યો છે. આ કારને વર્ષની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપનીએ આ કારના ભાવ વધારી દીધા છે. કારની વધેલી કિંમત 1 મેથી અમલમાં આવી ચૂક્યા છે.

નવી કિંમત
રેનોની આ કારની કિંમતમાં 33,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ વિવિધ વેરિઅન્ટની કિંમતમાં જુદા-જુદા ફેરફાર કર્યા છે. RXE MT અને RXE MT ડ્યુઅલ ટોન વેરિઅન્ટની કિંમતમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી.

નવી કિંમત
RXE MT – 5.45 લાખ
RXE DT MT – 5.65 લાખ
RXL MT – 6.32 લાખ
RXL AMT – 6.82 લાખ
RXL DT MT –6.52 લાખ
RXL DT AMT – 7.02 લાખ
RXT MT – 6.80 લાખ
RXT AMT - 7.30 લાખ
RXT DT MT – 7 લાખ
RXT DT AMT – 7.50 લાખ
RXZ MT – 7.69 લાખ
RXZ AMT – 8.19 લાખ
RXZ DT MT – 7.80 લાખ
RXZ DT AMT – 8.30 લાખ

એન્જિન ડિટેલ્સ
Renault Kiger ભારતમાં 1.0 લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને 10. લિટરનું ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે. તેનું 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 100 PS પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેનું 1.0 લિટર ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 72 PS પાવર અને 92 Nm ટોર્ક જનરેટ કરશે. કાઇગરમાં 5-સ્પીડ મેન્યુઅલ, 5-સ્પીડ ઓટોમેટિક અને CVT ટ્રાન્સમિશનનો ઓપ્શન મળશે.