ક્વિડની 10મી એનિવર્સરી:કંપનીએ ઓલ ન્યૂ ક્વિડ MY21ની જાહેરાત કરી, બેઝ વેરિઅન્ટમાં ડ્યુઅલ-એરબેગ્સ મળશે, ઓટોમેટિક એન્જિન પણ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં ઇલેક્ટ્રિક સાઈડ મિરર્સ અને ડે-નાઈટ રિયર વ્યૂ મિરર મળશે
  • કંપનીએ ગ્રાહકો માટે 1.10 લાખ રૂપિયાના લોયલ્ટી બેનિફિટ જાહેર કર્યા

રેનો ઈન્ડિયાએ પોતાની 10મી એનિવર્સરી પર પોપ્યુલર હેચબેક ક્વિડનું MY21 મોડલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ક્વિડ MY21માં ઘણા સેફ્ટી ફીચર્સ મળશે. સાથે જ આ મોડલને વધારે અટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે. અફોર્ડેબલ પેસેન્જર વ્હીકલ સેગ્મેન્ટમાં ક્વિડે પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે.

બે એન્જિન ઓપ્શન મળશે
ક્વિડ MY21ને 0.8 લીટર અને 1.0 લીટર એન્જિનમાં ખરીદી શકશો. તેમાં મેન્યુઅલ અમે ઓટોમેટિક બને એન્જિન મળશે. આ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં પણ ડ્યુઅલ એરબેગ્સ મળશે. ક્વિડ MY21 ક્લાઈમ્બર એડિશનમાં ડ્યુઅલ ટોન એક્સીટિરયર મળશે. તેમાં વ્હાઇટ બોડી કલરની સાથે બ્લેક રૂફ પણ મળશે. કારમાં ઇલેક્ટ્રિક સાઈડ મિરર્સ અને ડે-નાઈટ રિયર વ્યૂ મિરર મળશે.

રેનો ક્વિડ વેરિઅન્ટએક્સ-શોરૂમની કિંમત
RXE 0.8L4,06,500 રૂપિયા
RXL 0.8L4,36,500 રૂપિયા
RXT 0.8L4,66,500 રૂપિયા
RXL 1.0L MT4,53,600 રૂપિયા
RXL 1.0L MT4,93,600 રૂપિયા
RXT 1.0L MT ઓપ્શનલ4,90,300 રૂપિયા
ક્લાઈમ્બર 1.0L MT ઓપ્શનલ5,11,500 રૂપિયા
RXT 1.0L ઈઝી-R ઓપ્શનલ5,30,300 રૂપિયા
ક્લાઈમ્બર 1.0L ईजी-R ઓપ્શનલ5,51,500 રૂપિયા

કંપનીએ ઓફર્સ જાહેર કરી
રેનોને આશા છે કે, ઓલ ન્યૂ ક્વિડ MY21 એડિશન ગ્રાહકો માટે કારની સંભાવનાઓ વધારશે. કંપનીએ દેશભરમાં કારના અલગ-અલગ વેરિઅન્ટ પર 80 હજાર રૂપિયાનો ફાયદો આપવાની જાહેરાત કરી છે. ગ્રાહકો માટે 1.10 લાખ રૂપિયાના લોયલ્ટી બેનિફિટ જાહેર કર્યા છે. આ ઉપરાંત કંપનીએ મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં 1થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી સેલિબ્રેશન ઓફરની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...