તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:સ્પોર્ટી લુક અને એડવાન્સ્ડ ફીચર્સ સાથે રેનો કાઇગર લોન્ચ થઈ, કિંમત 5.45 લાખ રૂપિયા

14 દિવસ પહેલા

રેનો કાઇગરને ઇન્ડિયન માર્કેટમાં ઓફિશિયલી લોન્ચ કરી દેવામાં આવી છે. આ નવી કોમ્પેક્ટ SUVની પ્રારંભિક એક્સ-શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. રેનોની ફર્સ્ટ કોમ્પેક્ટ SUV ચાર ટ્રિમ લેવલ અને ચાર એન્જિન ગિયરબોક્સ કોમ્બિનેશન સાથે આવે છે. કંપનીએ આજે તેનું બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. ચાલો આ ગાડીના વિવિધ વેરિઅન્ટની કિંમત અને તેનાં ફીચર્સ વિશે જાણીએ.

ડાયમેન્શન અને એક્સટિરિયર

  • રેનો કાઇગર CMFA+ પ્લેટફોર્મ પર બેઝ્ડ છે, જે ટ્રાઇબર, ક્વિડ અને નિસાન મેગ્નાઇટમાં પણ જોવા મળે છે. ડાયમેન્શનની વાત કરીએ તો તેની લંબાઈ 3,991mm, પહોળાઈ 1,750mm, ઉંચાઈ 1,600mm અને વ્હીલબેઝ 2,500mm છે.
  • કંપનીનો દાવો છે કે, કાઇગરના ફ્રંટ હેડરેસ્ટ્સ વચ્ચે બેસ્ટ-ઇન સેગમેન્ટ 710mm સ્પેસ છે, રિઅર લેગરૂમ 220mm અને રિઅરમાં 1,431mm એલ્બો રૂમ છે. કાઇગરમાં સેગમેન્ટની સૌથી મોટી 405 લિટર બૂટ સ્પેસ આપવામાં આવી છે. પાછળની સીટ્સને ફોલ્ડ કરીને 879 લિટર સુધી વધારી શકાય છે. કાઇગરમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ છે અને તેમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205mm છે.
  • ડિઝાઇનની દૃષ્ટિએ કાઇગર પર એક સ્કલ્પટે બોનેટ અને એક લાર્જ વિંગ ફ્રંટ ગ્રિલ (વિથ હનીકોમ્બ-શેપ્ડ ક્રોમ એલિમેન્ટ) અને સ્પ્લિટ, ઓલ-LED હેડલાઇટ સેટઅપને સપોર્ટ કરે છે. સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો રેનો કાઇગરમાં ફ્લેડ વ્હીલ આર્ક, ડાઉનવર્ડ સ્લોપિંગ રૂફલાઇન આપવામાં આવી છે, જે બ્લેક-આઉટ સી-પીલર પર પૂરી થાય છે.
  • બેક પ્રાફાઇલ વિશે વાત કરીએ તો પાછળના ભાગમાં C-શેપ્ડ LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે અને એક નાનું સ્પોઇલર એલિમેન્ટ અને ફોક્સ એલ્યુપમિનિયમ સ્કિડ પ્લેટ પણ આપવામાં આવી છે.

એક્સટિરિયર કલર ઓપ્શન
કાઇગર 6 એક્સટિરિયર કલર ઓપ્શનમાં અવેલેબલ છે - આઇસ કૂલ વ્હાઇટ, પ્લેનેટ ગ્રે, મૂનલાઇન ગ્રે, મહોગની બ્રાઉન, કેસ્પિયન બ્લુ અને રેડિઅન્ટ રેડ ઇન મિસ્ટ્રી બ્લેક રૂફ. તમામ ટ્રીમમાં ડ્યુ્ળ ટોન કલર ઓપ્શન પણ અવેલેબલ છે. જો કે, રેડિઅન્ટ રેડ ફિનિશ ટોપ-સ્પેક RxZ વેરિઅન્ટમાં એક્સક્લૂઝિવ છે.

ઇન્ટિરિયર ડિટેલ, ફીચર્સ એન્ડ ઇક્વિપમેન્ટ લિસ્ટ

  • અંદરથી કાઇગરને ગ્લોસી બ્લેક અને ક્રોમ હાઇલાઇટ્સવાળા સેન્ટર કન્સોલ અને સ્ટીઅરિંગ વ્હીલ પર એક લેયર ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ એસી વેન્ટ્સ ઉપર ડેશના સેન્ટર પર 8.0-ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે અને 7.0 ઇંચની TFT ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેન્શન ડિસ્પ્લે સાથે લગભગ ઇન-લાઇન છે. અનેક સ્વીચ અને સ્ટિયરિંગ વ્હીલને ટ્રાઇબર સાથે શેર કરવામાં આવી છે. જો કે, કાઇગરનાં સ્ટિયરિંગ યૂનિટને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે કન્ટ્રોલ મળે છે. કેબિન પણ પ્રેક્ટિકલ છે. કંપનીનું કહેવું છે કે, અંદર કુલ 29 લિટરનું સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ છે.
  • ફીચર્સની બાબતે ટોપ-સ્પેક RxZ વેરિઅન્ટમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એક આર્કમાઇસ ઓડિયો સિસ્ટમ, એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કી-લેસ એન્ટ્રી, પુશ-બટન સ્ટાર્ટ, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, એમ્બિયન્ટ લાઇટિંગ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ અને કનેક્ટિવિટી અને PM 2.5 એર ફિલ્ટર છે. સેફ્ટી ફીચર્સમાં ચાર એરબેગ્સ, ABS, રિઅર-વ્યુ કેમેરા અને પાર્કિંગ સેન્સર સામેલ છે. આ સિવાય, પાંચ એક્સેસરીઝ પેક પણ આપવામાં આવ્યું છે, જે ગ્રાહકોને તેમની કાઇગરને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપશે.

એન્જિન, ગિયરબોક્સ અને પાવરટ્રેન ઓપ્શન઼
રેનો કાઇગર બે એન્જિન ઓપ્શન સાથે અવેલેબલ છે - એક 72hp, 1.0-લિટર, નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને એક 100hp, 1.0-લિટર ટર્બો પેટ્રોલ છે. જ્યારે બંને એન્જિનને સ્ટાન્ડર્ડ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. નેચરલી એસ્પિરેટેડ એન્જિનને 5 સ્પીડ AMT એન્જિન ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. નેચરલી એસ્પિરેચેડ એન્જિનને 5 સ્પીડ AMT ઓપ્શન પણ મળે છે. જ્યારે ટર્બો પેટ્રોલને 5 સ્ટેપ CVT ઓપ્શન મળે છે. ટર્બો-પેટ્રોલ એન્જિનના હાઈ વેરિઅન્ટમાં ડ્રાઇવ મોડ - નોર્મલ, ઇકો અને સ્પોર્ટ્સ પણ મળે છે, જે એન્જિન ગિયરબોક્સ અને સ્ટિયરિંગ રિસ્પોન્સ બદલે છે. મેન્યુઅલ ફોર્મમાં ટર્બો-પેટ્રોલ એન્જિનની એવરેજ 20kmpl (ARAI રેટેડ) છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો