તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Renault Extends Free Service And Warranty Period For Its Customers Till July 31. Maruti, Tata And Toyota Have Also Extended The Service Period.

રાહત:રેનોએ તેના ગ્રાહકો માટે ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ 31 જુલાઈ સુધી વધાર્યો, મારુતિ, ટાટા અને ટોયોટા પણ આ સર્વિસ પિરિયડ લંબાવી ચૂકી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેનો ઇન્ડિયાએ તેના ગ્રાહકોને રાહત આપતા તેની ગાડીઓનો ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ વધારી દીધો છે. કંપનીએ કહ્યું કે, જે ગાડીઓની ફ્રી સર્વિસ અને વોરંટી 1 એપ્રિલ 2021થી 31 મે 2021 દરમિયાન પૂરી થઈ રહી હશે તેને વધારીને 31 જુલાઈ 2021 કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી દરમિયાન કંપનીની રોડસાઇડ આસિસ્ટન્ટ સર્વિસ 24X7 ચાલુ રહેશે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા, ટાટા મોટર્સ અને ટોયોટા કિર્લોસ્કર મોટર્સે પણ તેની ગાડીઓ પર ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ વધારી દીધો છે. જો કે, રેનો ઇન્ડિયા દ્વારા લંબાવાયેલો સમય સૌથી વધુ છે. લોકડાઉનને કારણે તમામ કંપનીઓએ આ નિર્ણય લીધો છે.

મારુતિએ 30 જૂન સુધી ફ્રી સર્વિસ વધારી
મારુતિની આ ઓફર એ ગાડીઓને લાગુ પડશે જેમનો ફ્રી સર્વિસિંગ અને વોરંટી પિરિયડ 15 માર્ચથી 31 મે દરમિયાન પૂરો થવા જઈ રહ્યો છે. હવે કંપનીએ તેને 30 જૂન સુધી લંબાવ્યો છે. એટલે કે, જે ગાડીઓનો ફ્રી સર્વિસિંગ અને વોરંટી પિરિયડ આપવામાં આવેલા સમય વચ્ચે એક્સપાયર થઈ રહ્યો હોય તેમણે હને ચિંતા કરવાની જરૂર નથી. તેઓ આવતા મહિને 30 જૂન સુધી આ સર્વિસિસનો લાભ મેળવી શકશે.

ટોયોટાએ પણ ફ્રી સર્વિસ આગળ વધારી
ટોયોટાએ તેની વાહન વોરંટી અને કસ્ટમર પેડ એક્સટેન્ડ વોરંટી પિરિયડને એ રાજ્યોમાં એક મહિના સુધી વધાર્યો છે જ્યાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કંપનીએ તેના 'કસ્ટમર કનેક્ટ પ્રોગ્રામ 2.0' પહેલના ભાગરૂપે ગ્રાહકોના ફાયદા માટે પ્રિ-પેડ સર્વિસ પેકેજ પણ વધાર્યું છે.

ટાટાએ 30 જૂન સુધી ફ્રી સર્વિસ વધારી
ટાટા મોટર્સે તેના પેસેન્જર વ્હીકલ ગ્રાહકોને રાહત પણ આપી છે. કંપનીએ હવે વોરંટી અને ફ્રી સર્વિસ સમય 30 જૂન સુધી વધાર્યો છે. આનો અર્થ એ થયો કે જે ગ્રાહકોની ગાડીઓની વોરંટી 1 એપ્રિલથી 30 મે દરમિયાન પૂરી થઈ રહી હતી તેઓ હવે તેનો લાભ 30 જૂન સુધી લઈ શકે છે.