6 મહિનામાં જ મારુતિ S-Pressoનું રેકોર્ડ બ્રેક બુકિંગ, 50 હજારથી પણ વધુ ગાડીઓ વેચાઈ ગઈ

Record break booking of Maruti S-Presso within 6 months, over 50 thousand cars sold
X
Record break booking of Maruti S-Presso within 6 months, over 50 thousand cars sold

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 04:57 PM IST

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભલે અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થયેલી મારુતિ સુઝુકીની S-Pressoને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. કંપની અત્યાર સુધી 50 હજારથી પણ વધુ S-Pressoનું વેચાણ કરી ચૂકી છે. તેમાં સૌથી વધુ ડિમાન્ડ કારના બે ટોપ વેરિઅન્ટ VXi અને VXi+ની રહી છે. S-Pressoના ટોટલ બુકિંગમાં આ બંને ટોપ એન્ડ વેરિઅન્ટની ભાગેદારી 97% છે. મારુતિ S-Pressoની 48% ડિમાન્ડ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી આવી રહી છે. ખરીદારોમાં આ કારના સ્ટારી બ્લુ અને સિઝલ ઓરેન્જ કલર સૌથી વધુ વેચાઈ રહ્યા છે.

મારુતિ સુઝુકી S-Presso લોન્ચ થયા બાદ 11 દિવસમાં જ આ કારને 10 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યાં હતાં અને વેચાણ શરૂ થયાના પહેલા મહિને જ આ કાર ટોપ 10 બેસ્ટ સેલિંગ કાર્સના લિસ્ટમાં સામેલ થઈ ગઈ હતી. SUV જેવી ડિઝાઇન, લેટેસ્ટ ફીચર્સથી સજ્જ ઇન્ટિરિયર, પાવરફુલ એન્જિન અને સસ્તી કિંમતના કારણે આ કાર બહુ પસંદ કરવામાં આવી રહી છે.

સેફ્ટી

મારુતિ S-Pressoમાં ડ્રાઇવર સાઇડ એરબેગ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ABS, EBD, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને વ્હીકલ ઇમોબિલાઇઝર વગેરે જેવાં સેફ્ચી ફીચર્સ આપવામાં આવ્યાં છે. Std, LXi અને VXi વેરિઅન્ટમાં પેસેન્જર સાઇડ એરબેગ ઓપ્શન, જ્યારે ટોપ વેરિઅન્ટ VXi+માં આ ફીચર સ્ટાન્ડર્ડ મળે છે.

એન્જિન ડિટેલ્સ

મારુતિની આ નાની SUVમાં બીએસ6 કમ્પ્લાયન્ટ 1.0 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5500rpm પર 67bhp પાવર અને 3500rpm પર 90Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સના ઓપ્શન છે. આ ગાડીને સુઝુકીની હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ મારુતિ સ્વિફ્ટ, વેનગઆર અને બલેનો કારમાં પણ થયો છે. આ ગાડીની કિંમત 3.70 લાખ રૂપિયાથી 4.99 લાખ રૂપિયા વચ્ચે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી