• Gujarati News
  • Utility
  • Automobile
  • Ready To Overtake Tesla In The Electric Segment, Volkswagen And Toyota Are Spending Huge Bucks To Build Electric Vehicles

ટફ કોમ્પિટીશન:ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ટેસ્લાને પાછળ પાડવાની તૈયારી, ફોક્સવેગન અને ટોયોટા ઇલેક્ટ્રિક ગાડી બનાવવા અધધધ રૂપિયા ખર્ચી રહી છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇલેક્ટ્રિક સેગમેન્ટ દિવસે ને દિવસે રોકેટની સ્પીડે ભાગી રહ્યું છે. નવી નવી કંપનીઓ પણ તેમની પ્રોડક્ટ્સ લાવી રહી છે તો સામે તેમને ગ્રાહકોનો ઇલેક્ટ્રિક વ્હીકલ માટે સારો એવો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. એટલે તો હવે સ્પષ્ટ થઈ ગયો છે કે આગામી સમય ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જ છે. જો કે, ઇલેક્ટ્રિક ગાડીની વાત કરીએ તો અત્યાર સુધી ટેસ્લાનું નામ ટોપ પર હતું.

પરંતુ હવે આવનારા સમયમાં વિશ્વમાં ઓટોમોબાઇલ સેગમેન્ટમાં કોનું વર્ચસ્વ હશે તે અંગે મોટી-મોટી ઓટો કંપનીઓ વચ્ચે ટફ કોમ્પિટીશન થઈ રહી છે. ટોયોટા, ફોક્સવેગન અને મર્સિડીઝ-બેન્ઝ અમેરિકાની ટેસ્લા પાસેથી નંબર વન ઈલેક્ટ્રિક કાર (EV) બનાવતી કંપનીનું ટેગ છીનવી લેવા માટે ઈલેક્ટ્રિક કારના વિકાસ પર અબજો ડોલરનો ખર્ચ કરી રહી છે. વિશ્વની બે સૌથી મોટી ઓટોમોબાઇલ કંપનીઓ ફોક્સવેગન અને ટોયોટા મોટર કોર્પ સમજી ગઈ છે કે હવે બેટરીથી ચાલતી ગાડીઓનો જમાનો આવી ગયો છે. માર્કેટમાં ટોપ પર રહેવું હશે તો તેમણે ઇલેક્ટ્રિક કાર બનાવવા પર ફોકસ કરવું પડશે.

ફોક્સવેગન ઇલેક્ટ્રિક કાર માટે 7.43 લાખ કરોડ રૂપિયા ખર્ચશે
ગયા મહિને આ કંપનીઓએ દાયકાઓથી વર્ચસ્વ ધરાવતી ઇન્ડસ્ટ્રી પર પોતાની જગ્યા બનાવવા 12.64 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી હતી. ફોક્સવેગને 9 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તે ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે 10 હજાર કરોડ (રૂ. 7.43 લાખ કરોડ) ખર્ચ કરશે. તેમજ, ટોયોટાએ 14 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તે પણ ઇલેક્ટ્રિક કાર પર 7,000 મિલિયન ડોલર (રૂ. 5,20,450 કરોડ)નું રોકાણ કરશે.

ટોયોટાનું વાર્ષિક લક્ષ્ય 35 લાખ ઇ-કાર વેચવી
ફોક્સવેગને 2021ના પહેલા 10 મહિનામાં 3.22 લાખ ઇલેક્ટ્રિક કાર વેચી છે. આ વાર્ષિક 6 લાખ કારના વેચાણના તેના લક્ષ્યાંક કરતાં અડધાથી વધુ છે. તેમજ, ટોયોટા આ દાયકાના અંત સુધીમાં વાર્ષિક 35 લાખ ઇલેક્ટ્રિક કાર વેચવાનું લક્ષ્ય ધરાવે છે. આ માત્ર સાત મહિના પહેલા નિર્ધારિત લક્ષ્યાંક કરતાં લગભગ બમણું છે. અહીં, અસાધારણ ગ્રોથના એક વર્ષ પછી ટેસ્લા સૌથી મૂલ્યવાન ઓટોમેકર કંપની બની ચૂકી છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે શું ટેસ્લા આગામી જનરેશનના કાર પ્રોડક્શનમાં પોતાનું વર્ચસ્વ જાળવી શકશે?

મર્સિડીઝની નવી ઇ-કાર સિંગલ ચાર્જમાં 998 કિમી ચાલશે
મર્સિડીઝ બેન્ઝે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES 2022)માં ઇલેક્ટ્રિક કાર વિઝન EQXX રજૂ કરી. આ કાર ફુલ ચાર્જ થવા પર તે 998 કિમી ચાલી શકે છે. આ એવરેજ-ક્લાસ ઇલેક્ટ્રિક કારની રેન્જ કરતાં ત્રણ ગણી છે અને ટેસ્લાના મોડેલ S કરતાં 322 કિમી વધુ રેન્જ છે.

અન્ય સમાચારો પણ છે...