કિઆએ આખરે તેની પહેલી ઈલેક્ટ્રિક ક્રોસઓવર કિઆ EV6 લોન્ચ કરી છે. તેને 2 ટ્રિમ વર્ઝન GT લાઈન RWD અને GT લાઈન AWDમાં લોન્ચ કરવામાં આવી છે. તેના GT લાઈન RWD વર્ઝનની કિંમત 59.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) અને GT લાઇન AWD વર્ઝનની કિંમત 64.95 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, તેના 100 યુનિટ વેચાઈ ચૂક્યા છે. આ કારનું બુકિંગ 26 મેથી શરૂ થયું હતું. આ કાર 12 શહેરોની 15 પસંદગીની ડીલરશીપ પર 3 લાખ રૂપિયાની ટોકન રકમમાં બુક કરાવી શકશો. કિઆ EV6 ને અત્યાર સુધીમાં 355 પ્રી-બુકિંગ મળી ચૂક્યા છે. હવે સપ્ટેમ્બર મહિનાથી નવું બુકિંગ શરૂ થશે.
સિંગલ ચાર્જમાં 528 કિમી સુધીની રેન્જ
ઈવીને 77.4 કિલોવોટ-આર બેટરીપેક સાથે જોડવામાં આવ્યું છે, જે કારના ચાર પૈડાને પાવર આપે છે અને 321 bhp સાથે 605 NM પીક ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ઓછા પાવરવાળા 58 કિલોવોટ-આર બેટરીપેક પણ કિઆ EV6 ને આપવામાં આવ્યું છે, જે 170 bhp પાવર અને 350 NM પીક ટોર્ક બનાવે છે. RWD વર્ઝનમાં કિઆ EV6માં સિંગલ મોટર મળશે, જે 226 bhp અને 350 NMનો ટોર્ક જનરેટ કરશે, જ્યારે AWD વર્ઝનમાં ડ્યુઅલ મોટર સેટઅપ મળે છે, જે બંને એન્જિનમાં 320 bhp અને 650 NM ટોર્કનું આઉટપુટ જનરેટ કરે છે. બંને વર્ઝનમાં 77.4 kWh બેટરીપેક મળે છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જમાં RWD પર 528 કિમી અને AWD વર્ઝનમાં 425 કિમીની રેન્જ હશે.
સુરક્ષાની દ્રષ્ટિએ 5 સ્ટાર રેટિંગ
નવી EV6 ના બુકિંગ પહેલા જ NCAP દ્વારા આ કારનું ક્રેશ પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે, જેમાં EV6 એ 5-સ્ટાર રેટિંગ હાંસલ કર્યું છે. NCAPમાં કિઆ EV6 એ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ હાંસલ કર્યું હતું, જેણે એડલ્ટ સેફ્ટી માટે 38માંથી 34.48 પોઈન્ટ મેળવ્યા હતા. ચાઇલ્ડ સેફ્ટીની વાત કરીએ તો આ ઈવીએ 49માંથી 42.96 માર્ક મેળવ્યા છે, જ્યારે સેફ્ટી ફીચરને 88 ટકા રેટિંગ આપવામાં આવ્યું હતું.
ફિચર્સ
કિઆની આ નવી કારમાં મલ્ટી-કોલિઝન બ્રેકિંગ, લેન-કીપિંગ આસિસ્ટ, લેન ફોલો આસિસ્ટ, રિયર ક્રોસ-ટ્રાફિક, પાર્કિંગ કોલિઝન એવોઇડન્સ આસિસ્ટ, 3D મોડેલ સાથે રિવર્સ સરાઉન્ડ વ્યૂ મોનિટર અને બ્લાઈન્ડ-સ્પોટ વ્યૂ મોનિટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેથી બ્લાઇન્ડ-સ્પોટ કોલિઝન વોર્નિંગ સાથે અથડામણ ટાળી શકાય. તેમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) પણ છે. તેમાં ABS, BAS, ESC,હિલ હોલ્ડ આસિસ્ટ, હાઇવે ડ્રાઇવિંગ આસિસ્ટ અને વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.