ન્યૂ લોન્ચ / લેન્ડ રોવરે ભારતમાં ડિસ્કવરી સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, પ્રારંભિક કિંમત 57.06 લાખ રૂપિયા

Range Rover launched Discovery sports car in India, starting price at Rs 57.06 lakh

Divyabhaskar.com

Feb 14, 2020, 12:43 PM IST

ઓટો ડેસ્કઃ લક્ઝુરિયસ કાર બનાવતી ઓટોમોબાઇલ કંપની લેન્ડ રોવરે ઇન્ડિયન માર્કેટમાં ડિસ્કવરી સ્પોર્ટ SUV લોન્ચ કરી દીધી છે. આ કારની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 57.06 લાખ રૂપિયા રાખવામાં આવી છે. લેન્ડ રોવરની આ કાર બે વેરિઅન્ટ S અને R-Dynamic SE વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં BS-6 કમપ્લાયન્ટ પેટ્રોલ અને ડીઝલ એન્જિનના ઓપ્શન આપવામાં આવ્યાં છે.

જૂનાં મોડેલની સરખામણીએ નવી ડિસ્કવરી સ્પોર્ટની સ્ટાઇલિંગ તો નવી છે જ પણ સાથે તેને નવાં પ્લેટફોર્મ પર પણ બનાવવામાં આવી છે. નવાં મોડેલની ડિઝાઇનિંગ પહેલા કરતાં વધુ શાર્પ છે. તેમાં ઘણી બ્લેક ડિટેલિંગ આપવામાં આવી છે. SUVમાં નવા ફ્રંટ અને રિઅર બંપર આપવામાં આવ્યાં છે. તેની ગ્રિલ, હેડલાઇટ અને ટેલલેમ્પની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ઇન્ટિરિયર
નવી ડિઝાઇનનું ડેશબોર્ડ, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા એસી કન્ટ્રોલ્સ અને સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ માટે ટચપેડ જેવાં ફીચર્સ આપીને કંપનીએ આ કારને ફ્રેશ લુક આપ્યો છે. જો કે, આ SUV પહેલાંની જેમ જ 5+2 સીટર ઓપ્શનમાં અવેલેબલ છે, જે બંને વેરિઅન્ટ્સમાં મળે છે.

પાવર
નવી રેન્જ રોવર ડિસ્કવરી સ્પોર્ટમાં BS-6 કમ્પ્લાયન્ટ 2.0 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે આવે છે અને 245hp પાવર તેમજ 365Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન 177hp પાવર અને 430Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.

ફીચર્સ
આ લક્ઝરી SUVના ટોપ વેરિઅન્ટમાં ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસિટર, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12 વે ઇલેક્ટ્રિક અડજસ્ટેબલ ફ્રંટ સીટ્સ, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, લેધર અપહોલ્સ્ટ્રી, LED હેડલાઇટ્સ, હીટેડ ડોર મિરર્સ, પાવર્ડ ટેલગેટ અને પાર્કિંગ કેમેરા જેવાં ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે.

સેફ્ટી
સેફ્ટી માટે ડિસ્કવરી સ્પોર્ટમાં 6 એરબેગ્સ, ABS, ESC, ઇમરજન્સી બ્રેક આસિસ્ટ, રોલ સ્ટેબિલિટી કન્ટ્રોલ અને ફ્રંટ રિઅર પાર્કિંગ સેન્સર્સ આપવામાં આવ્યું છે.

X
Range Rover launched Discovery sports car in India, starting price at Rs 57.06 lakh
Range Rover launched Discovery sports car in India, starting price at Rs 57.06 lakh
Range Rover launched Discovery sports car in India, starting price at Rs 57.06 lakh
Range Rover launched Discovery sports car in India, starting price at Rs 57.06 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી