ન્યૂ લોન્ચ:મોસ્ટ એડવાન્સ્ડ પીવી પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ રેન્જ રોવર ઇવોક લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 59.03 લાખ રૂપિયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સની જગુઆર લેન્ડ રોવર એક બ્રિટીશ બ્રાંડની લક્ઝરી વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. જગુઆર લેન્ડ રોવરે તેના પોર્ટફોલિયોમાં લેટેસ્ટ કાર અપડેટેડ Evoque (ઇવોક) સામેલ કરી છે. કંપનીએ ઇન્ડિયન માર્કેટમાં રેન્જ રોવર ઇવોક 2021 લોન્ચ કરી છે, જેની એક્સ-શો રૂમ કિંમત 64.12 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત, નવી રેન્જ રોવર ઇવોકની ડિલિવરી ભારતમાં શરૂ થઈ ગઈ છે.

બુકિંગ અને ડિલિવરી
નવી રેન્જ રોવર ઇવોક 2021 SUVનું બુકિંગ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન કરી શકાશે. દેશમાં નવી રેન્જ રોવર ઇવોકની ડિલિવરી પણ શરૂ થઈ ગઈ છે.

નવાં એડવાન્સ્ડ ફીચર્સ
નવી ઇવોકને પહેલીવાર ડીપ ગાર્નેટ અને એબોની કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. નવી અપડેટેડ SUVમાં પહેલવાર મળનારા ફીચર્સમાં Pivi Pro (પીવી પ્રો) ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ કરવામાં આવી છે. આ લેન્ડ રોવરની આજ સુધીની સૌથી એડવાન્સ્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે ફક્ત તેના ટોપ-ઓફ-લાઇન મોડેલ પર જ ઉપલબ્ધ હતી. અન્ય નવાં ફીચર્સમાં 3D સરાઉન્ડ કેમેરા, PM 2.5 ફિલ્ટર સાથે કેબિન એર આયોનાઇઝેશન, ફોન સિગ્નલ બુસ્ટર સાથે વાયરલેસ ડિવાઇસ ચાર્જિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

પીવી પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
તમે હોમ સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકો છો. નેવિગેશનને સ્માર્ટફોનની જેમ ઝૂન ઇન ઝૂમ આઉટ કરી શકાય છે. લેન્ડ રોવર રિમોટ એપથી લોકિંગ સિસ્ટમ મળશે. વ્હીકલ સ્ટેટસ વિશે જાણવા મળશે. કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર પીવી પ્રોની અપડેટ મળતી રહેશે.

એન્જિન ડિટેલ્સ
આ લક્ઝરી USV રેન્જ રોવર ઇવોક 2021 નેક્સ્ટ જનરેશન 4-સિલિન્ડર ઈન્જેનિયમ ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. 2.0L પેટ્રોલ પર આર-ડાયનેમિક SE ટ્રીમ અને 2.0 L ડીઝલ પાવરટ્રેન પર S ટ્રીમમાં ઉપલબ્ધ છે. 2.0 લિટર પેટ્રોલ એન્જિન 184 kW પાવર અને 365 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 2.0 લિટર ડીઝલ એન્જિન 150 kW પાવર અને 430 Nm ટોર્ક જનરેટ કરે છે.

SUVની અવેલિબિલિટી
નવી રેન્જ રોવર ઇવોક 2021 ભારતીય કાર બજારમાં વોલ્વો XC60 (પ્રારંભિક કિંમત 60.90 લાખ રૂપિયા એક્સ-શો રૂમ) અને મર્સિડીઝ GLC (પ્રારંભિક કિંમત 57.36 લાખ એક્સ-શો રૂમ) જેવી કારને સીધી ટક્કર આપશે. જગુઆર લેન્ડ રોવરના દેશભરમાં 28 આઉટલેટ છે. કંપનીની ગાડીઓ દેશના 24 શહેરો અમદાવાદ, ઔરંગાબાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, કોઈમ્બતુર, દિલ્હી, ગુડગાંવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકાતા, કોનાલ, લખનઉ, લુધિયાણા, મંગલોર, મુંબઇ, સહિત નોઇડા, પુના, રાયપુર, વિજયવાડા અને સુરતમાં મળશે.