ઓલાની પહેલી ઈલેક્ટ્રિક કાર 2024માં આવશે:સિંગલ ચાર્જ પર 500kmની રેન્જ, 4 સેકન્ડમાં 100 km/hની સ્પીડ પકડી લેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલા ઈલેક્ટ્રિકે સ્વતંત્રતા દિવસનાં પ્રસંગ પર પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લાવવા માટેની જાહેરાત કરી છે. કંપનીનાં CEO ભાવિશ અગ્રવાલે ઓલાની પહેલી કારની ઝલક દેખાડી. તેણે જણાવ્યું કે, આ કારની રેન્જ 500 કિલોમીટર હશે. આ સાથે જ 4 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે.

ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે, ઓલાની પહેલી કાર ભવ્ય ટેકનોલોજીથી સજજ છે. આ ઈલેક્ટ્રિક સેગ્મેન્ટમાં બનનારી દેશની પહેલી સ્પોર્ટ્સ કાર હશે. આ કાર ફક્ત કી-લેસ જ નહી પણ હેન્ડલ લેસ પણ હશે એટલે કે કાર ચાવી વગર પણ સ્ટાર્ટ થઈ શકે છે. આ ફ્યુચરિસ્ટિક કાર 2024 સુધી લોન્ચ થશે.

ઓલ-ગ્લાસ રુફ
ઓલા ઈલેક્ટ્રિક કારમાં ઓલ-ગ્લાસ રુફ થશે. તે કારનાં એરો-ડાયનેમિક્સને વધુ સારું બનાવશે એટલે કે કારની સ્પીડ પકડવામાં જે હવા અવરોધ બને છે તે નહી બને. તેમાં અસિસ્ટેડ ડ્રાઈવિંગ ફિચર પણ મળશે. તેમણે કહ્યું કે, તેમનો પ્લાન બે વ્હીકલ પ્લેટફોર્મ અને 6 જુદી-જુદી કાર ડેવલોપ કરવાનો છે. આ બધી જ તામિલનાડુની ફેક્ટરીમાં તૈયાર થશે.

ઓલા S-1 ઈલેક્ટ્રિક સ્કૂટર પણ લોન્ચ
આ કાર સિવાય કંપનીને ઓલા s-1 સ્કૂટરને માર્કેટમાં ઉતાર્યું છે. ભાવિશે જણાવ્યું કે, નવા ઓલા s-1 સ્કૂટરની બુકિંગ આજથી શરુ થઈ ચૂકી છે. 499₹ નાં નજીવા શુલ્ક સાથે તમે તેને બુક કરાવી શકો છો. નવા ઈ-સ્કૂટરની ડિલિવરી 7 સપ્ટેમ્બરથી શરુ થશે. જો ડિઝાઈનની વાત કરીએ તો ઓલા S-1 દેખાવમાં s-1 પ્રો જેવું જ છે. કંપનીનાં CEO ભાવિશ અગ્રવાલે કહ્યું કે, ઓલા S-1ની પ્રારંભિક કિંમત 99,999 રુપિયા હશે.

તે 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે, તેમાં નિયો મિન્ટ, પોર્સેલિન વ્હાઇટ, કોરલ ગ્લેમ, જેટ બ્લેક, લિક્વિડ સિલ્વર કલર્સ સામેલ છે
તે 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે, તેમાં નિયો મિન્ટ, પોર્સેલિન વ્હાઇટ, કોરલ ગ્લેમ, જેટ બ્લેક, લિક્વિડ સિલ્વર કલર્સ સામેલ છે

ઓલા ઈલેક્ટ્રિક બેટરી

કારની સાથે કંપનીએ ઓલાની નવી ઈલેક્ટ્રિક બેટરી પણ બહાર પાડી છે. તેને ઓલા ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટરમાં ઉપયોગમાં લેવાશે. આ એક લિથિયમ-આયન બેટરી હશે. એકવાર આખી ટેસ્ટિંગ પ્રોસેસ પૂરી થઈ જશે એટલે આ બેટરી આવતાં વર્ષ સુધીમાં ઓલા વ્હિકલ પર લગાવવામાં આવશે. ઓલાનાં CEO ભાવિશ અગ્રવાલે એક પ્રોટોટાઈપ બેટરીપેક પણ બહાર પાડ્યું છે.