ન્યૂ લોન્ચ:pure-EVનું 'ETRANCE NEO' ઈ-સ્કૂટર લોન્ચ થયું, ફુલ ચાર્જમાં 120 કિલોમીટરની રેન્જ આપશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઈ સ્કૂટરની ટોપ સ્પીડ 60 kmphની છે
  • સ્કૂટર 5 સેકન્ડમાં 0થી 40 kmphની સ્પીડ પકડે છે
  • તેની લોડ કેપેસિટી 150 કિલોગ્રામની છે

હૈદરાબાદની સ્ટાર્ટ અપ કંપની pure-EVનું 'ETRANCE NEO'સ્કૂટર લોન્ચ થયું છે. 120 કિલોમીટરની રેન્જ આપતાં આ સ્કૂટરની કિંમત 78,999 રૂપિયા છે. તેની ટોપ સ્પીડ 60 kmph છે. આ સ્કૂટર આશરે 1 લાખ રૂપિયાની કિંમતના ઓલા S1 અને TVS iQubeને ટક્કર આપી શકે છે.

5 સેકન્ડમાં 40kmphની સ્પીડે દોડશે

સ્ટાર્ટ અપ કંપનીએ દાવો છે આ સ્કૂટર 5 સેકન્ડમાં 0થી 40 kmphની સ્પીડ પકડે છે. તે 150 કિલોગ્રામ સુધીનું વજન સહન કરી શકે છે. સ્કૂટરના રેડ, વ્હાઈટ, બ્લૂ, બ્લેક, ગ્રે અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. સ્પીડ અને બેટરી ઈન્ડિકેટર માટે સ્કૂટરમાં 4 ઈંચની LCD ડિસ્પ્લે મળે છે. આ EVમાં રીજનરેટિવ બ્રેકિંગ, LED હેડલાઈટ અને એન્ટિ થેફ્ટ સ્માર્ટ લોક ફીચર મળે છે.

પોર્ટેબલ બેટરી

'ETRANCE NEO'માં 2.5kWHની લિથિયમ બેટરી છે. તે BLDC મોટર સાથે અટેચ છે. તેમાં પોર્ટેબલ બેટરી મળે છે. તેની મદદથી બેટરી રિમૂવ કરી તેને રિચાર્જ કરી શકાય છે. ફુલ ચાર્જમાં ઈકો મોડમાં સ્કૂટર 120 કિલોમીટરની રેન્જ આપે છે.

આ ઈ-સ્કૂટર સાથે ટક્કર થશે
ઓલા S1 અને TVS iQube સાથે આ સ્કૂટરની ટક્કર થઈ શકે છે. ઓલા S1ની કિંમત 99,999 રૂપિયા છે. આ સ્કૂટરમાં 5 કલર ઓપ્શન મળે છે. તેમાં આઈકોનિક હેડલેમ્પ મળે છે. તેની ટોપ સ્પીડ 90 kmphની છે. તે 3.6 સેકન્ડમાં 0થી 40 કિલોમીટરની સ્પીડે દોડી શકે છે. તે સિંગલ ચાર્જમાં 121 કિલોમીટરની રેન્જ આપે છે.

અન્ય સમાચારો પણ છે...