ભાવવધારો:હીરોનાં બાઇક અને સ્કૂટરના ફરી એકવાર ભાવ વધશે, જુલાઈથી કિંમતમાં ₹3,000 સુધીનો વધારો થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ પછી હીરો મોટોકોર્પે પણ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જુલાઇથી હીરો મોટોકોર્પ ભાવમાં 3000 રૂપિયા સુધીનો વધારો કરશે. અગાઉ કંપનીએ એપ્રિલ મહિનામાં પણ કિંમતોમાં વધારો કર્યો હતો. તેમજ, જ્યારે કંપનીએ ટૂ-વ્હીલરને BS6 એન્જિન સાથે રિપ્લેસ કર્યું ત્યારે પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ મારુતિ પણ પોતાની ગાડીઓના ભાવ વધારવાની જાહેરાત કરી ચૂકી છે.

વ્હીકલ બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર વાહનના ખર્ચ પર પડે છે. આવી સ્થિતિમાં, કંપનીઓ હવે આ ખર્ચ ગ્રાહકોના ખિસ્સા પર વધારી રહી છે.

કાચા માલનો ભાવ વધ્યો
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, બાઇક બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં વધારો થયો છે. તેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને કિંમતી ધાતુઓ સામેલ છે. કાચા માલના ભાવમાં વધારાની અસરને ઘટાડવા કંપનીએ તેની બાઇકના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.