તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:હોન્ડા એક્ટિવા 6Gનાં તમામ વેરિઅન્ટ્સના ભાવ વધ્યાં, નવું પ્રાઇસ લિસ્ટ ચેક કરી લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઈન્ડિયાએ તેની હોન્ડા એક્ટિવા સિરીઝ મોંઘી કરી દીધી છે. કંપનીએ હોન્ડા એક્ટિવા 6G રેન્જના ભાવમાં 1,237 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અહીં તમને તમામ વેરિઅન્ટ્સની નવી અને જૂની કિંમત જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કયા વેરિઅન્ટની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત

મોડેલજૂની કિંમતનવી કિંમતતફાવત
Honda Activa 6G STD67,843 રૂપિયા69,080 રૂપિયા1,237 રૂપિયા
Honda Activa 6G DLX69,589 રૂપિયા70,825 રૂપિયા1,236 રૂપિયા
Activa 6G '20th Anniv Edition' STD69,343 રૂપિયા70,580 રૂપિયા1,237 રૂપિયા
Honda Activa 6G '20th Anniv Edition' DLX71,089 રૂપિયા72,325 રૂપિયા1,236 રૂપિયા
Honda Activa 125 Drum71,674 રૂપિયા72,367 રૂપિયા693 રૂપિયા
Honda Activa 125 Drum Alloy75,242 રૂપિયા76,206 રૂપિયા964 રૂપિયા
Honda Activa 125 Disc78,797 રૂપિયા79,760 રૂપિયા963 રૂપિયા

હોન્ડા એક્ટિવા 6Gની ડિઝાઇન
કંપનીએ ન્યૂ એક્ટિવા 6Gની ડિઝાઇનમાં અનેક ફેરફાર કર્યા છે. તેના ફ્રંટ એપ્રન, ક્રોમ ઇન્સર્ટ્સ, LED હેડલેમ્પ અને ટેલ લેમ્પને નવો લુક આપ્યો છે. તેમાં મોટલ બોડી મળશે, જે એક્ટિવાની લાસ્ટ જનરેશનમાં પણ હતી. ન્યૂ એક્ટિવામાં લાંબું વ્હીલબેઝ મળવાનું છે. એટલે કે, સ્કૂટર પર પહેલાં કરતાં વધારે સ્પેસ મળશે.

6Gનાં ફીચર્સ
એક્ટિવા 6Gમાં નવી સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટલ પેનલ આપવામાં આવી છે, જે સ્પીડ એનાલોગ કાઉન્ટર અને ડિજિટલ બેકલિટ ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં ટ્રિપ મીટર, ઓડોમીટર, સર્વિસ રિમાઇન્ડર, રિયલ ટાઇમ ફ્યુલ એફિશિયન્સી વગેરે ડિટેલ્સ મળશે કારણ કે, તેમાં BS-6 એન્જિન છે, એવામાં આ સાઇલન્ટ સ્ટાર્ટ સિસ્ટમ સાથે આવે છે. તેમાં સેફ્ટી માટે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે.

6Gનાં સ્પેસિફિકેશન્સ
તેમાં 110cc પાવરવાળું ન્યૂ BS-6 એન્જિન આપ્યું છે, જે 8bhp પાવર અને 9Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં જૂનાં BS-4 એન્જિન જેટલો પાવર છે. કંપનીએ તેમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ આપી છે. કંપનીનું કહેવું છે કે, આ એક્ટિવા 5G મોડેલની સરખામણીએ વધુ એવરેજ આપશે. તેના ફ્રંટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક સેટઅપ સાથે આપ્યાં છે. તેમાં 12 ઇંચનું ફ્રંટ વ્હીલ અને 10 ઇંચના બ્લેક વ્હીલ આપ્યાં છે. સ્કૂટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 171mm છે.

અન્ય સમાચારો પણ છે...