જીપ ગ્રેન્ડ ચેરોકી ભારતમાં લોન્ચ થઈ:SUVની સ્ટાર્ટિંગ પ્રાઈસ 77.5 લાખ રુપિયા, મહિનાનાં અંતે ડિલિવરી શરુ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીપ ઈન્ડિયાએ પોતાની ફિફ્થ જનરેશન ગ્રેન્ડ ચેરોકી આજ રોજ દેશમાં લોન્ચ કરી દીધી છે. તે પ્રીમિયમ SUVની લેટેસ્ટ જનરેશન છે. ભારતમાં ફ્લેગશિપ SUV ગ્રેન્ડ ચેરોકીની સ્ટાર્ટિંગ પ્રાઈસ 77.5 લાખ રુપિયા (એક્સ શો-રુમ પ્રાઈસ) રાખવામાં આવી છે. આ કાર ચાર કલર ઓપ્શન બ્રાઇટ વ્હાઇટ, ડાયમંડ બ્લેક ક્રિસ્ટલ, રોકી માઉન્ટેન અને વેલ્વેટ રેડમાં ઉપલબ્ધ છે. આ મહિનાનાં અંતે આ SUVની ડિલિવરી શરુ કરી હતી.

જીપ ગ્રેન્ડ ચેરોકીને ગયા વર્ષે ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો હતો અને થોડા સમય માટે તેને ટેસ્ટિંગ ફેઝમાં રાખવામાં આવી હતી. ગ્રેન્ડ ચેરોકી ભારતમાં લોન્ચ કરવામાં આવેલી જીપની SUVsનું ચોથુ મોડેલ છે અને તેને ભારતમાં જ બનાવવામાં આવી છે. લોન્ચ થયા પછી ગ્રેન્ડ ચેરોકી જીપ દેશની ચોથી મેડ ઈન્ડિયા પ્રોડક્ટ બની ગઈ છે.

આ સાથે જ ભારત ઉત્તર અમેરિકાની બહાર એકમાત્ર એવો દેશ બની ગયો છે, જેણે ચાર જીપ SUVનું ઉત્પાદન કર્યું છે. જીપ ઇન્ડિયાની પ્રોડક્શન લાઇનઅપમાં ગ્રાન્ડ ચેરોકી પહેલા ઉપલબ્ધ SUVમાં કમ્પાસ, મેરિડિયન અને રેંગલર જેવા મોડેલોનો સમાવેશ થાય છે. લોન્ચિંગ પહેલા જ ગ્રાન્ડ ચેરોકીનું પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું હતું. આ કામના સમાચારમાં અમે તમને ગ્રાન્ડ ચેરોકીનાં એક્સટીરિયર, ઈન્ટિરિયર અને ફીચર્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

SUVમાં 33 કનેક્ટેડ અને 110+ સેફ્ટી ફીચર્સ
ગ્રેન્ડ ચરોકીમાં વ્હીકલ મોનિટરિંગ, સ્માર્ટવોચ એક્સટેન્શન, એલેક્સા વોઈસ આસિસટન્ટ, રિમોટ વ્હીકલ મેનેજમેન્ટ અને 24-hour સર્વિલાન્સ જેવા 33 કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ SUVમાં 110+ સેફ્ટી ફીચર્સ છે. જેમાં લેવલ 2 ADAS ફીચર્સ જેમ કે, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, એક્ટિવ લેન મેનેજમેન્ટ અને લેન ડિપાર્ચર વોર્નિંગ સામેલ છે.

ગ્રાન્ડ ચેરોકીમાં ક્વાડ્રાટ્રેક 4X4 સિસ્ટમ
ગ્રાન્ડ ચેરોકીમાં તમને જીપની ક્વાડ્રેટ્રિક 4X4 સિસ્ટમ મળી રહે છે, જેથી તમે પથરાળ રસ્તા પર પણ સરળતાથી કાર ચલાવી શકશો. તેમાં વોટર વેડિંગની ઉંડાઈ 533mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 215mm છે. ગ્રાન્ડ ચેરોકીને આસ્ફાલ્ટ-ગ્રે અને પિયાનો બ્લેક એલિમેન્ટ્સ સાથે સ્પોર્ટી બ્લેક આઉટ ઇન્ટિરિયર થીમ આપવામાં આવી છે.

HDMI પ્લેબેક સાથે કો-પેસેન્જર એન્ટરટેઈનમેન્ટ ડિસ્પ્લે
તેમાં HDMI પ્લેબેક સાથે કો-પેસેન્જર એન્ટરટેઇનમેન્ટ ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનને એક ગોપનીય ઉપચાર મળે છે, જેથી ડ્રાઇવર વિચલિત ન થાય. આ સ્ક્રીન એવી રીતે સેટ કરવામાં આવી છે કે, ડ્રાઇવર વિચલિત ન થાય. તેમાં 1076 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે.

ગ્રાન્ડ ચેરોકી જીપ ચોથી ‘મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ’
જીપ ગ્રાન્ડ ચેરોકી ગયા વર્ષે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી હતી અને તે થોડા સમય માટે ભારતમાં ટેસ્ટીંગ ફેઝમાં હતી. આ કાર ભારતમાં લોન્ચ કરવામાં આવેલી જીપની SUVનું ચોથું મોડેલ છે અને તેને ભારતમાં જ બનાવવામાં આવશે. લોન્ચિંગ બાદ ગ્રાન્ડ ચેરોકી જીપ દેશની ચોથી ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ બની ગઇ છે. મહારાષ્ટ્રનાં રંજનગાંવ સ્થિત કંપનીના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

આ સાથે જ ભારત ઉત્તર અમેરિકાની બહાર એકમાત્ર એવો દેશ બની ગયો છે કે, જેણે 4 જીપ SUVનું ઉત્પાદન કર્યું છે. જીપ ઇન્ડિયાની પ્રોડક્શન લાઇનઅપમાં ગ્રાન્ડ ચેરોકી પહેલાં ઉપલબ્ધ SUVમાં કમ્પાસ, મેરિડિયન અને રેંગલર જેવા મોડેલોનો સમાવેશ થાય છે. લોન્ચિંગ પહેલા જ ગ્રાન્ડ ચેરોકીનું પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું હતું. તમે તેને 50 હજાર રૂપિયા આપીને બુક કરાવી શકો છો.

એક્સટિરીયર
ગ્રાન્ડ ચેરોકીની ડિઝાઇન જીપની અન્ય પ્રીમિયમ ઓફ-રોડર્સ SUV જેવી જ છે. તેનાં ફ્રન્ટમાં સાત-સ્લિટ ગ્રિલ સાથે સ્લિમ LED હેડલેમ્પ્સ મળે છે, જેમાં ઇન્ટિગ્રેટેડ LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ છે. આ સાથે જ SUVનાં બમ્પરમાં LED ફોગ લેમ્પ લગાવવામાં આવ્યા છે, જે તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે. તેનાં અન્ય ડિઝાઇન એલિમેન્ટ્સમાં સ્ટાઇલિશ 20 ઇંચની એલોય વ્હીલ્સ, ક્રિસ્પ કેરેક્ટર લાઇન્સ, LED ટેલલાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

ઈન્ટીરિયર અને ફીચર્સ
SUVનાં ઈન્ટિરિયરમાં UconnectTM 5 NAV W 10.1 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ છે. ગ્રાન્ડ ચેરોકીમાં પેનોરેમિક સનરૂફ, પાવર્ડ ટેઈલગેટ, વાયરલેસ ચાર્જિંગ, પાવર્ડ સીટ, 360 ડિગ્રી કેમેરા, રિયર પેસેન્જર્સ માટે 2 એન્ટરટેઈનમેન્ટ સ્ક્રીન, 4G કનેક્ટિવિટી, 19 સ્પીકર આલ્પાઈન ઓડિયો સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ સીટ અને SUV ડિસ્પ્લે જેવી ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ છે. આ કાર 5 સીટર કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે.

પાવરટ્રેન
ભારતીય બજારમાં આ SUVને માત્ર એક એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. આ SUVમાં 2.0 લિટરનું GME T4 (8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન) આપવામાં આવ્યું છે, જે 272 bhp પાવર અને 400 Nm (3000 r/min) ટોર્ક જનરેટ કરે છે. ભારતીય બજારમાં જીપ ગ્રાન્ડ ચેરોકીની ટક્કર BMW X5, ઓડી Q7, મર્સીડીઝ બેન્ઝ જીએલ, રેન્જ રોવર સ્પોર્ટ અને વોલ્વો XC90 સાથે થશે.

આ સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ગ્રાન્ડ ચેરોકી ત્રણ અલગ-અલગ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. SUVનાં 3.6 લિટર પેન્ટાસ્ટાર V6 પેટ્રોલ એન્જિન વેરિઅન્ટમાં 294 bhp પાવર અને 348 Nm ટોર્ક આપવામાં આવ્યો છે. આ SUV 5.7 લિટર V8 એન્જિનનાં મોટા વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, જે 357 bhp પાવર અને 637 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય આ SUV2.0 લીટરનાં નાના ચાર સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેમાં પ્લગ-ઇન હાઇબ્રિડ ટેકનોલોજી છે, જે 375 bhp પાવર અને 637 Nm ટોર્ક જનરેટ કરે છે. SUVનાં આંતરરાષ્ટ્રીય માર્કેટ-સ્પેક વર્ઝનની અન્ય મિકેનિકલ વિગતોમાં ક્વાડ્રા લિફ્ટ એર સસ્પેન્શન, ક્વાડ્રા-ડ્રાઇવ II અને સ્વે બાર ડિસ્કનેક્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.