પિયાજિયો ઇન્ડિયાએ તેનાં પ્રીમિયમ સ્કૂટર અપ્રિલિયા SXR 160નું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. તેના બુકિંગ માટે ગ્રાહકોએ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. દેશભરમાં કંપનીની ડીલરશિપ પર પણ સ્કૂટરનું બુકિંગ થઈ શકે છે. આ માટે ગ્રાહકોએ 5,000 રૂપિયા ટોકન અમાઉન્ટ તરીકે ચૂકવવા પડશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે પિયાજિયો અપ્રિલિયા SXR 160 સ્કૂટર ડિસેમ્બરના છેલ્લાં અઠવાડિયાંમાં લોન્ચ થઈ શકે છે. તે ઇન્ડિયન માર્કેટમાં પહેલાથી જ બધા સ્કૂટરો કરતાં વધુ સ્ટાઇલિશ અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ છે. તેમાં અનેક મોડર્ન સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. આ સ્કૂટર સૌપ્રથમ ઓટો એક્સ્પો 2020માં શોકેસ થયું હતું.
અપ્રિલિયા SXR 160 એ પ્રીમિયમ કેટેગરીનું સ્કૂટર છે. તેથી, તેની કિંમત અન્ય સ્કૂટર્સ કરતાં વધુ હશે. પિયાજિયો ઇન્ડિયાએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં તેના બારામતી પ્લાન્ટમાં આ સ્કૂટરનું પ્રોડક્શન શરૂ કરશે. તે ઇન્ડિયન માર્કેટમાં નવાં પ્રીમિયમ સ્કૂટર્સ લોન્ચ કરશે.
અપ્રિલિયા SXR 160નાં સ્પેસિફિકેશન્સ
અપ્રિલિયા SXR 160 મેક્સી-સ્કૂટરમાં BS6 કમ્પ્લાયન્ટ 160ccનું સિંગલ સિલિન્ડર, 3-વાલ્વ એન્જિન આપવામાં આવ્યું છે, જે 7,600rpm પર 10.7bhp પાવર અને 6,000rpm પર 11.6Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 12 ઇંચના 5-સ્પોક એલોય વ્હીલ્સ જોવાં મળે છે. તેમાં LED ટેલલાઇટ, ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન, ફ્રંટ ડિસ્ક બ્રેક, ABS-CBS, ક્રોમ પ્લેટેડ એક્ઝોસ્ટ, મોટી કમ્ફર્ટેબલ સીટ, LED હેડલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી મળી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.