રોયલ એનફિલ્ડની સુપર મીટિયોર-650 લોન્ચ:3.48 લાખ રુપિયામાં મળશે 648ccવાળી દમદાર બાઈક, 1 ફેબ્રુઆરીથી ડિલિવરી શરુ થશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોયલ એનફિલ્ડની ભારતીય માર્કેટમાં ફ્લેગશિપ ક્રૂઝર સુપર મીટિયોર-650 બાઈકની કિંમત જાહેર કરી દીધી છે. કંપનીએ આ બાઈકને નવેમ્બર-2022માં જાહેર કરી દીધી હતી. આ બાઈકને એસ્ટ્રલ, ઈન્ટરસ્ટેલર અને સેલેસ્ટિયલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. તેની પ્રારંભિક કિંમત 3 લાખ 48 હજાર 900 રુપિયા છે, જે ટોપ વેરિઅન્ટમાં 3 લાખ, 78 હજાર 900 રુપિયા સુધી જાય છે. તે રોયલ એનફિલ્ડની સૌથી ભારે બાઈક છે. તેનું વજન 241 કિલોગ્રામ છે.

રોયલ એનફિલ્ડ મીટિયોર 650 કંપનીનું ત્રીજુ મોડેલ છે, જે 650cc પ્લેટફોર્મ પર આધારિત છે. તેમાં ઈન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેન્ટલ GT 650 વાળું જ 648cc પેરેલલ ટ્વિન 4-સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. આ બાઈક 7,250 rpm પર વધુમાં વધુ 47 psની પાવર અને 5650 rpm પર 52nmનો પીક ટોર્ક આઉટપુટ જનરેટ કરે છે.

તેના એન્જિનની સાથે સ્લિપર ક્લચ અસિસ્ટ 6 સ્પીડ ગિયરબોક્સને જોડવામાં આવ્યુ છે. બીજી તરફ તેની ફ્યૂલ ટેન્કની કેપેસિટી 15.7 લિટર છે. રોયલ એનફિલ્ડે સુપર મીટિયોર-650ની બુકિંગ શરુ કરી દીધી છે. કંપની આ ગાડીની ડિલિવરી 1 ફેબ્રુઆરીથી શરુ કરશે.

7 કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ
સુપર મીટિયોર-650નાં અલગ-અલગ વેરિયન્ટમાં 7 કલર ઓપ્શન મળે છે. તેનું એસ્ટ્રલ વેરિયન્ટ બ્લેક, બ્લૂ અને ગ્રીન કલરનાં ઓપ્શન સાથે મળશે તો બીજી તરફ ઈન્ટરસ્ટેલર વેરિયન્ટમાં ગ્રીન અને ગ્રે કલરનો ઓપ્શન મળે છે. તે સિવાય સેલેસ્ટિયલ વેરિયન્ટ રેડ અને બ્લૂ કલરમાં મળી રહેશે.

સુપર મીટિયોર-650ની ડિઝાઈન
નવી સુપર મીટિયોર-650ને મીટિયોર-350ની જેમ ક્રૂઝર ડિઝાઈન આપવામાં આવી છે. જો કે, તેના હેડ અને સાઈડ પેનલની ડિઝાઈન થોડી નવી છે અને મેટ બ્લેક કલર પર છે. આ બાઈકની મુખ્ય વિશેષતા તેની રાઈડિંગ પોઝિશન છે. બાઈક સંપૂર્ણ રીતે ફૂટ-ફોરવર્ડ ફૂટ કંટ્રોલ, લો સ્કેપલ્ડ સીટ અને વાઈડ પુલ-બેક હેન્ડલબાર્સની સાથે આવે છે. રોયલ એનફિલ્ડનો દાવો છે કે, આ તમામ ફેરફારોથી રાઈડરને એવો અનુભવ થશે કે, તે પોતે જ આ બાઈકનો એક ભાગ છે.

સુપર મીટિયોર-650નાં બ્રેકિંગ અને સસ્પેંશન
સુપર મીટિયોર-650માં એક સ્ટીલ ટ્યૂબલર સ્પાઈન ફ્રેમ ચેઝીઝ છે. આ બાઈકમાં ફ્રન્ટમાં 43mmમાં અપસાઈડ ડાઉન ફોર્ક્સ અને રિયરમાં ટ્વિન ગેસ-ચાર્જ શોક એબ્ઝોર્બર સસ્પેંશન સિસ્ટમ આપવામાં આવી છે. બ્રેકિંગ માટે ફ્રન્ટ વ્હીલમાં 320mm ડિસ્ક અને પાછળની તરફ 300mm ડિસ્ક કંટ્રોલ આપવામાં આવ્યુ છે. આ બ્રેકિંગ સિસ્ટમની સાથે ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

સુપર મીટિયોર-650 એક્સેસરીઝ
આ બાઈકમાં બાર એન્ડ મિરર, ડિલક્સ ફૂટપેગ, સોલો ફિનિશર, LED ઈન્ડિકેટર્સ, મશીની વ્હીલ્સ, ડીલક્સ ટૂરિંગ ડ્યૂઅલ-સીટ, ટૂરિંગ વિન્ડસ્ક્રીન, પેસેન્જર બેકરેસ્ટ, ડિલક્સ ફૂટપેગ્સ, લોન્ગહોલ પેનિયર્સ અને ટૂરિંગ હેન્ડલબાર સહિત અનેક એક્સેસરિઝ મળી છે.