• Gujarati News
  • Utility
  • Automobile
  • Porsche's 'taycan' EV And 'macan' Facelift Launched, Reaching 100 Km H In 2.8 Seconds; Will Run Up To 484 Kilometers On A Single Charge

લક્ઝુરિયસ ઈવી:પોર્શેની 'taycan' ઈવી અને 'macan' ફેસલિફ્ટ લોન્ચ થઈ, 2.8 સેકન્ડમાં 100 Km/hની સ્પીડે પહોંચશે; સિંગલ ચાર્જમાં 484 કિલોમીટર સુધી દોડશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • taycan ટર્બો S ક્રોસ ટુરિસ્મો ઓવર બૂસ્ટ સાથે 761 પાવર જનરેટ કરે છે
  • નવી macan GTSમાં જૂનાં મોડેલની સરખામણીએ 59 bhp પાવર વધારે છે
  • 'taycan'ની કિંમત 1.50 કરોડ રૂપિયા અને 'macan'ની કિંમત 83.21 લાખ રૂપિયા

લક્ઝુરિયસ બ્રાન્ડ પોર્શેની 'taycan'ઈવી લોન્ચ કરી છે. આ સાથે કંપનીએ 'macan' ફેસલિફ્ટ પણ લોન્ચ કરી છે. 'taycan'ની કિંમત 1.50 કરોડ રૂપિયા તો 'macan'ની કિંમત 83.21 લાખ રૂપિયા છે. taycanના સ્પોર્ટ્સ સલૂન અને ગ્રેન ટૂરિસ્મો ક્રોસઓવર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

2.8 સેકન્ડમાં 100Km/hની સ્પીડે દોડશે
taycan S પોર્શે રેન્જમાં સૌથી પાવરફુલ સ્પોર્ટ્સ કાર છે. તે 761 PSનો પાવર જનરેટ કરે છે. તે માત્ર 2.8 સેકન્ડમાં 0થી 100 કિલોમીટરની સ્પીડે પહોંચી શકે છે. taycan ટર્બો S ક્રોસ ટુરિસ્મો ઓવર બૂસ્ટ સાથે 761 પાવર જનરેટ કરે છે. તે 0થી 100 કિલોમીટરની સ્પીડ માત્ર 2.9 સેકન્ડમાં પકડી લે છે.

સિંગલ ચાર્જમાં 484 કિલોમીટરની રેન્જ
પર્ફોર્મન્સમાં પોર્શેની આ કાર આગળ છે. બેટરી સિંગલ ચાર્જ પર 484 કિલોમીટરની રેન્જ આપે છે. સ્ટાન્ડર્ડ, સિંગલ ડેક 79.2 kWh પર્ફોર્મન્સ બેટરી સાથે એન્ટ્રી લેવલ મોડેલ લોન્ચ કન્ટ્રોલ સાથે ઓવરબૂસ્ટ મોડમાં 300kWની ડિલિવરી આપે છે. taycan ક્રોસ ટુરિસ્મો પર્ફોર્મન્સ અને લિમિટ વચ્ચે બેલેન્સ રાખે છે. 4S ક્રોસ ટુરિસ્મોની ટોપ સ્પીડ 240 કિમી પ્રતિ સેકન્ડ છે. તે 4.1 સેકન્ડમાં 100 કિમીની ઝડપ કવર કરે છે.

macanમાં માત્ર કોસ્મેટિક ફેરફાર

નવી macan ફેસલિફ્ટમાં જૂનાં વેરિઅન્ટની સરખામણીએ માત્ર કોસ્મેટિક ફેરફાર થયાં છે. આ SUVના સ્ટાન્ડર્ડ, macan અને macan GTS એમ 3 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. macan GTSમાં 2.9 લિટર V6 2- ટર્બો એન્જિન છે. તે 434.5 bhp પાવર જનરેટ કરે છે. જૂનાં મોડેલની સરખામણીએ આ પાવર 59 bhp વધારે છે.

આ એડિશન 4.3 સેકન્ડમાં (સ્પોર્ટ ક્રોનો પેકેજ સાથે) 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. 272 કિમી પ્રતિ કલાક તેની ટોપ સ્પીડ છે. SUVનાં તમામ વેરિઅન્ટ 7 સ્પીડ પીડીકે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સાથે લોન્ચ થયાં છે અને પોર્શે ટ્રેક્શન મેનેજમેન્ટ ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે.

અન્ય સમાચારો પણ છે...