ફ્રેંકફર્ટ મોટર શો / પોર્શ, ફોક્સવેગન અને લેમ્બર્ગિની નેક્સ્ટ જનરેશન ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે

Porsche, Volkswagen and Lamborghini to launch Next Generation electric car

Divyabhaskar.com

Sep 11, 2019, 10:35 AM IST

ઓટો ડેસ્કઃ જર્મનીનો સૌથી મોટો ઓટો શો ફ્રેન્કફર્ટ મોટર શો 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પ્રેસ ડે 10 અને 11 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. કાર અને એક્સેસરીઝ બનાવતી દુનિયાની 100થી વધુ કંપનીઓ આ શોનો ભાગ બનશે. તેને જોવા માટે 150 દેશોમાંથી એક લાખથી વધુ લોકો એકઠાં થશે. આ મોટર શોમાં ઇલેક્ટ્રિક વાહનોની જ બોલબાલા રહેશે. પોર્શ, ફોક્સવેગન, લેમ્બોર્ગિની અને ઓડી જેવી કંપનીઓ નેક્સ્ટ જનરેશન ઈલેક્ટ્રિક ગાડીઓ રજૂ કરવાની છે. આ ઉપરાંત, પેટ્રોલ-ડીઝલથી ચાલતી કેટલીક ટ્રેડિશનલ કાર પણ લોન્ચ થશે.

પોર્શ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ટાયકેન રજૂ કરશે
લક્ઝરી ગાડીઓ બનાવવામાં પ્રખ્યાત પોર્શ ફ્રેંકફર્ટ મોટર શોમાં તેની પહેલી ઈલેક્ટ્રિક કાર ટાયકેન લોન્ચ કરશે. આ કાર એક અઠવાડિયાં પહેલાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ તેનું ગ્લોબલ લોન્ચિંગ ફ્રેંકફર્ટમાં જ થશે. ઓલ વ્હીલ ડ્રાઇવવાળી આ ગાડી માત્ર 3.2 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. સિંગલ ચાર્જમાં આ ગાડી 413 કિમી સુધી ચાલી શકે છે.

X
Porsche, Volkswagen and Lamborghini to launch Next Generation electric car
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી