ન્યૂ લોન્ચ / પોર્શે ભારતમાં ₹1.31 કરોડની કાયની કૂપે કાર લોન્ચ કરી, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં ફક્ત 5.7 સેકંડ લાગશે

Porsche launches the porsche cayenne coupe car in India at 1.31 crore

  • તેના બેઝ વર્ઝનમાં 24kmphઅને ટર્બો વર્ઝનમાં 286 kmphની ટોપ સ્પીડ મળશે
  • તેને કમ્પ્લિટલી બિલ્ટ યૂનિટ તરીકે ઇન્ડિયન માર્કેટમાં વેચવામાં આવશે

Divyabhaskar.com

Dec 14, 2019, 10:38 AM IST

ઓટો ડેસ્કઃ લક્ઝરી કાર મેકર કંપની પોર્શેએ ભારતમાં કયાની કૂપે 2020 એડિશન લોન્ચ કરી છે. એરોડાયનેમિક ડિઝાઇનવાળી આ SUV પહેલા કરતાં બે ગણી વધુ સ્પોર્ટી છે. ભારતમાં આ V6 અને ટર્બો જેવા બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત રૂપિયા 1.31 કરોડથી લઈને 1.97 કરોડ રૂપિયા સુધીની છે. આ કાર કમ્પ્લિટલી બિલ્ટ યુનિટ તરીકે ભારતમાં વેચવામાં આવશે. તેના ટર્બો વર્ઝનની ટોપ સ્પીડ 286 કિમી પ્રતિ કલાકની છે, એટલે કે તે દિલ્હીથી આગ્રા (233 કિમી) સુધી પહોંચવામાં એક કલાક કરતા પણ ઓછો સમય લેશે.

SUVમાં 550PS સુધીનો પાવર મળશે

  • કાયનીની V6 કૂપેમાં 3 લિટરનું V6 એન્જિન મળશે, જે 340Ps પાવર અને 450 Nm ટોર્ક જનરેટ કરે છે. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં ફક્ત 5.7 સેકંડનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 243 કિમી/કલાક છે.
  • તેના ટર્બો વેરિઅન્ટમાં 4 લિટરનું ટ્વીન ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન મળશે. આ 550PS અને 770Nm ટોર્ક જનરેટ કરશે. તેમજ, તે 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે. તેની ટોપ સ્પીડ 286 કિમી/કલાક છે.
  • આ કારનાં ડેશબોર્ડ પર 12.3 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ હશે. તેમાં એસી અને ઓડિયો કન્ટ્રોલ કરવા માટે ટચ બટન આપવામાં આવ્યાં છે. તેમાં થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળશે. તેનાં ઇન્ટિરયરમાં ઓલ બ્લેક થીમ મળશે.
  • કૂપેમાં ઓટો LED હેડલેમ્પ, ફોર ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ, 18-વે અડજસ્ટેબલ ફ્રંટ સીટ્સ, રીઅર કેમેરા, ફ્રંટ/રીઅર પાર્કિંગ સેન્સર જેવાં ફીચર્સ મળશે.
  • આ ઉપરાંત, તેમાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર તરીકે 8 એરબેગ્સ, Isofix ચાઇલ્ડ સીટ માઉન્ટ, ABS-EBD, બ્રેક આસિસ્ટ, ટ્રેક્શન કન્ટ્રોલ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ અને હીલ ડિસન્ટ આસિસ્ટ જેવાં ફીચર્સ મળશે.
X
Porsche launches the porsche cayenne coupe car in India at 1.31 crore
Porsche launches the porsche cayenne coupe car in India at 1.31 crore
Porsche launches the porsche cayenne coupe car in India at 1.31 crore
Porsche launches the porsche cayenne coupe car in India at 1.31 crore

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી