તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટાટા મોટર્સની કંપની જગુઆર લેન્ડ રોવર ઓટોમોટિવ PLCએ પોર્શ, લેમ્બર્ગિની, ઓડી અને ફોક્સવેગન સામે અમેરિકામાં ફરિયાદ નોંધાવી છે અને અમેરિકામાં આ કંપનીઓની SUVની આયાત પર રોક લગાવવાની માગ કરી છે. બ્રિટનની કંપની જગુઆરે કહ્યું કે, આ ગાડીઓમાં તેની પેટન્ટેડ ટિરેન રિસ્પોન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના માટે જગુઆરે મંજૂરી આપી નથી. ભારતીય કંપની ટાટા મોટર્સે જૂન 2008માં 2.3 અબજ ડોલરમાં ફોર્ડ પાસેથી જગુઆર અને લેન્ડ રોવર ખરીદી હતી.
ટાટાની કંપની જગુઆર લેન્ડ રોવરે US ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ટેક્નોલોજીના બળે કાર અનેક પ્રકારની જમીન પર દોડી શકે છે. જગુઆરની F-પેસ અને લેન્ડ રોવર ડિસ્કવરી ગાડીઓમાં આ એક મુખ્ય ટેક્નોલોજી છે. જગુઆરના વકીલ મેથ્યુ મૂરે પોતાનાં ફાઇલિંગમાં જણાવ્યું છે કે, અમેરિકામાં ચોરવામાં આવેલી ટેક્નોલોજીથી બનેલી પ્રોડક્ટવાળી કંપનીઓ પાસેથી JLR પોતાને અને અમેરિકન વ્યવસાયોની સુરક્ષા કરવા માગે છે.
ટેક્નોલોજીની પેટન્ટ JLRને મળી છે
મૂરે ફાઇલિંગમાં જણાવ્યું કે, આ કંપનીઓ JLR દ્વારા ડેવલપ કરવામાં આવેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ ટેક્નોલોજીની પેટન્ટ JLRને મળેલી છે. આ કંપનીઓએ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે JLRની મંજૂરી લીધી નથી.
ઓડીની Q8, Q7, Q5, A6 ઓલરોડ અને ઇ-ટ્રેન ગાડીઓ પર પણ પ્રતિબંધ લાગી શકે છે
જગુઆરે પોર્શની કાઇની, લેમ્બર્ગિનીની યૂરસ, ઓડીની Q8, Q7, Q5, A6 ઓલરોડ અને ઇ-ટ્રેન ગાડીઓ અને VWની ટિગુઆર ગાડીઓની આયાત પર અમેરિકાએ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. જગુઆરે કહ્યું કે, જો આ SUVની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવે તો અમેરિકન માર્કેટમાં માગને પહોંચી વળવા ઘણી અન્ય લક્ઝરી મિડસાઇઝ SUV અને કોમ્પેક્ટ ક્રોસઓવર કાર્સ ઉપલબ્ધ છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન પાસે આયાત રોકવાની તાકાત
ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન એક સ્વાયત અને જુડિશિયલ એજન્સી છે. આ પેટન્ટ ચોરી જેવી અયોગ્ય વેપાર પ્રથાઓની ફરિયાદોની તપાસ કરે છે. તે રિફંડનો આદેશ નથી આપી શકતું. પરંતુ તે અમેરિકામાં પ્રોડક્ટની આયાત પર પ્રતિબંધ લાદી શકે છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન કોર્ટ કરતાં ઝડપી તપાસ કરે છે
અમેરિકામાં પેટન્ટ્સ અને ટ્રેડ સેક્રેટ્સના માલિક ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશનને એટલા માટે પસંદ કરે છે કારણ કે, તે ફેડરલ ડિસ્ટ્રીક્ટ કોર્ડ કરતાં વધુ ઝડપથી કામ કરે છે. તે એક સામાન્ય ટેસ્ટિંગ 15-18 મહિનામાં પૂરું કરે છે. જો કે, જગુઆરે આ કંપનીઓ વિરુદ્ધ ડેલાવેર અને ન્યૂ જર્સીની ફેડરલ કોર્ટ્સમાં પેટન્ટ મુકદ્દમો પણ દાખલ કર્યો છે.
જગુઆરે ફેડરલ કોર્ટમાં પણ પેટન્ટ મુકદ્દમો દાખલ કર્યો છે
ડેલાવેર અને ન્યૂ જર્સીની ફેડરલ કોર્ટ્સમાં આ કંપનીઓ વિરુદ્ધ દાખલ થયેલા પેટન્ટ મુકદ્દમામાં જગુઆરે ટેક્નોલોજીના ઉપયોગ માટે વળતરની માગ કરી છે. ટ્રેડ કમિશનની તપાસ શરૂ થયા પછી અદાલતમાં દાખલ કરેલી કાયદાકીય કાર્યવાહીને અસ્થાયી રૂપે રોકી શકાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.