ઇન્ડિયન સ્ટાર્ટઅપ PMV ઇલેક્ટ્રિકે પોતાનું પહેલું ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર EaS-E EV લોન્ચ કર્યું છે, જેની કિંમત 4.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. EaS-E એક ચતુર્ભુજ છે, જે Bajaj Qute જેવી જ દેખાઈ છે. આ કાર ટાટા ટિયાગો EV અને આગામી MG Air EV જેવી પરંપરાગત ઇલેક્ટ્રિક કારની સાપેક્ષે સારો એવો બજેટ ફ્રેન્ડલી વિકલ્પ પૂરો પાડે છે. ભારતમાં બુકિંગ ચાલી રહ્યું છે અને પહેલા 10,000 ગ્રાહકો માટે 4.79 લાખની સ્ટાર્ટિંગ પ્રાઈસ રહેશે.
સિંગલ ચાર્જમાં 200 કિમીની રેન્જ મળશે
આ કારમાં 10kwhની ક્ષમતાની લિથિયમ ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લગભગ 20hpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. આ કારની બેટરીને ફુલ ચાર્જ થવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે અને આ કાર સિંગલ ચાર્જમાં 120થી 200 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આ સાથે જ તેની ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
11 કલર ઓપ્શનમાં લોન્ચ થશે
તેમાં 11 કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. બ્રિલિયન્ટ વ્હાઈટ, ડીપ ગ્રીન, ફંકી યલો, મેજેસ્ટિક બ્લ્યુ, પેશનેટ રેડ, પેપી ઓરેન્જ, પ્યોર બ્લેક, રોયલ બેજ, રસ્ટિક ચારકોલ, સ્પાર્કલ સિલ્વર, વિન્ટેજ બ્રાઉન. આ સાથે જ કારમાં રીજેનરેટિંગ બ્રેકિંગ, રિમોટ પાર્કિંગ આસિસ્ટ, OTA અપડેટ્સ, સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવા અમુક સ્માર્ટ ફીચર્સ મળશે.
આ કારને તમારા સ્માર્ટફોન કનેક્ટ કરીને તમે રિમોટ દ્વારા કારની એર કંડીશન (AC), હોર્ન, વિન્ડો અને લાઇટ્સને પણ કંટ્રોલ કરી શકશો.
ફીચર્સ:
આ કારમાં પાર્કિંગ સાથે જોડાયેલી એક રસપ્રદ સુવિધા પણ છે, જે તમને સ્માર્ટફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને કારને આગળ અને રિવર્સ લાવવામાં મદદ કરી શકે છે. તમે મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલનો ઉપયોગ કરી કારને સરળતાથી ચલાવી શકો.અન્ય ફીચર્સમાં ઇલેક્ટ્રોનિકલી સંચાલિત ORVM, બ્લૂટૂથ સાથેની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ડ્રાઇવર્સ ડિસ્પ્લે, એર કન્ડિશનર, પાવર વિન્ડોઝનો પણ સમાવેશ થાય છે.
PMV EaS-Eમાં 48 વોલ્ટની લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે, આ બેટરી પેક EVની બોડી ફ્રેમ સાથે સ્ટ્રક્ચરલ છે. જો કે, ક્ષમતા જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે 120 કિમી, 160 કિમી અને 200 કિમી સુધીની રેન્જવાળા અનેક વેરિએન્ટમાં આપવામાં આવશે. ત્રણથી ચાર કલાકમાં ઘરગથ્થુ 15A પાવર સોકેટનો ઉપયોગ કરીને બેટરી ચાર્જ કરી શકાય છે.
2,000 રૂપિયામાં બુક કરાવી શકો છો
કંપનીએ આ નાની કારનું સત્તાવાર રીતે પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું છે, જેનું બુકિંગ ગ્રાહકો કંપનીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ફક્ત 2,000 રૂપિયામાં કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.