એ-વન કાર:ટોયોટાની આ કારમાં બેસી મોદી કમલાપતિ સ્ટેશન પહોંચ્યા, 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી કારની ટોપ સ્પીડ 190 kmph

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ 7 સીટર કારની સ્ક્રીન પર કારની ચોતરફના વિઝ્યુલ જોઈ શકાય છે
  • કારનો મેક્સિમ પાવર 262 bhp અને મેક્સિમમ ટોર્ક 650 Nm છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલમાં નવાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. આ PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડેલ પર તૈયાર થયેલું દેશનું પ્રથમ રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પર નરેન્દ્ર મોદીને પહોંચાડનારી કાર વિશે આજે આપણે ચર્ચા કરીશું.

સ્ટેશને નરેન્દ્ર મોદી 'ટોયોટા લેન્ડ ક્રુઝર'માં પહોંચ્યા હતા. આ બ્લેક SUVમાં દમદાર એન્જિન, લક્ઝરી ઈન્ટિરિયર સાથે શાનદાર સેફ્ટી ફીચર્સ છે. તેની એક્સ શૉ રૂમ કિંમત 1.66 કરોડ રૂપિયા છે.

લક્ઝુરિયસ કારનું એક્સટિરિયર
ન્યૂ જનરેશન પ્રમાણે કારનું એક્સટિરિયર ડિઝાઈન થયું છે. તે ઘણું એડવાન્સ્ડ અને મજબૂત છે. તેમાં ફ્રન્ટમાં અટ્રેક્ટિવ હુડ અને રેડિએટર ગ્રિલ મળે છે. તેનાં ફ્રન્ટ અને રિઅર બમ્પર છે. તેમાં LED હેડલાઈટ્સ અને LED ટેલલાઈટ્સ મળે છે. ફૉગ લેમ્પ સાથે બીજી લાઈટ્સ પણ LED છે. તેના ડોર અને વિન્ડોમાં ક્રોમ મળે છે. કારમાં ORVM પુડલ લેમ્પ મળે છે. તેમાં હાઈ બ્રાઈટનેસ પેઈન્ટવાળા અલોય વ્હીલ મળે છે.

ઈન્ટિરિયર

ટોયોટા લેન્ડ ક્રુઝરનું ઈન્ટિરિયર પણ લક્ઝરિયસ છે. નવી ડિઝાઈન કોમ્બિમીટર અને સેન્ટ્રલ કોન્સલ મળે છે. મજબૂત અને મોડર્ન સીટ અપહોલ્સ્ટ્રી, ડ્રાઈવર અને પેસેન્જર સીટ માટે વેન્ટિલેશન અને હીટિંગ મળે છે. નવું સ્ટીયરિંગ વ્હીલ, મોટી વિન્ડો, ન્યૂ ઈન્ટિરિયર કલર, ઈન્સાઈડ પેન્ટેડ ડોર હેન્ડલ મળે છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર અને 9 ઈંચની ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ મળે છે. આ 7 સીટર કારની સ્ક્રીન પર કારની ચોતરફના વિઝ્યુલ જોઈ શકાય છે.

દમદાર એન્જિન

તેમાં 4461ccનું ટર્બોચાર્જર, 17 વાલ્વ DOHC ડીઝલ એન્જિન મળે છે. તેનો મેક્સિમ પાવર 262 bhp અને મેક્સિમમ ટોર્ક 650 Nm છે. એન્જિન 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે અટેચ છે. કારના ચારેય વ્હીલ એન્જિન સાથે કનેક્ટેડ છે. કારની ટોપ સ્પીડ 190 kmph છે. ક્રોલ કન્ટ્રોલ ફીચરની મદદથી કારનું ઓફરોડ ડ્રાઈવિંગ સરળ બની જાય છે. સાથે MTS (મલ્ટિ ટેરેન સિલેક્ટ), મલ્ટિ ટેરેન મોનિટર અને પેનારોમિક વ્યૂ મોનિટર મળે છે.

ટોયોટા લેન્ડ ક્રુઝરનાં સેફ્ટી ફીચર્સ

સેફ્ટી માટે કારમાં ABS (એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ) સાથે EBD (ઈલેક્ટ્રોનિક્સ બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન) અને બ્રેક અસિસ્ટ મળે છે. તેમાં ડ્રાઈવર, પેસેન્જર, ડ્રાઈવર એન્ડ પેસેન્જર સાઈટ, ડ્રાઈવર ની, કર્ટન સાઈડ સહિત કુલ 7 એરબેગ મળે છે.

કારમાં વ્હિપલેશ ઈન્જરી લેસનિંગ, હેડરેસ્ટ, VSC (વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઈમોબિલાઈઝર, એંગલ સેન્સર્સ સહિતનાં ફીચર્સ છે. ANCAP (ઓસ્ટ્રેલિયાઈ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ)એ આ કારને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યું છે.