ડોમેસ્ટિક ટૂ-વ્હીલર કંપની બજાજ ઓટોએ માર્કેટમાં પ્લેટિના 100 કિક સ્ટાર્ટ (KS) લોન્ચ કર્યું. કંપનીએ આ એન્ટ્રી લેવલ બાઇકની કિંમત 40,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખી છે. દેશની તમામ બજાજ ઓટો ડીલરશિપ પર સિલ્વર ડિકલ્સ અને કોકટેલ વાઇન રેડ સાથે એબોની બ્લેક કલરમાં આ બાઇક અવેલેબલ છે.
નવાં વેરિઅન્ટ વિશે જણાવતા સારંગ કનાડે (પ્રેસિડન્ટ મોટરસાયકલ બિઝનેસ
)એ કહ્યું કે, પ્લેટિના મુસાફરોના સુપ્રીમ કન્ફર્ટ સાથે સારી એવરેજ આપવા માટે જાણીતી છે. પ્લેટિના 100KS લોન્ચ કરવાની સાથે હવે અમે એક અનબિટેબલ પ્રાઇઝ પોઇન્ટ પર વેલ્યૂ આપવામાં સક્ષમ છીએ.
કંપનીના જણાવ્યા મુજબ, પ્લેટિના 100KS તેની 'કમ્ફર્ટેક' ટેકનોલોજીને કારણે 20% ઓછા ઝાટકા આપે છે, જેમાં ફ્રંટ અને રિઅર સસ્પેન્શન, રબરના ફુટપેડ્સ, ડાયરેક્શનલ ટાયર્સ અને બંને માટે મુશ્કેલી વગર ટ્રાવેલિંગ માટે એક સ્પ્રિંગ સોફ્ટ સીટ આપવામાં આવી છે. જે રાઇડર અને પિલિયન બંને માટે છે. આ બાઇકમાં એક સ્ટાઇલિશ LED DRL હેડલેમ્પ અને આકર્ષક ગ્રાફિક્સ પણ છે.
નવી પ્લેટિના 100KSનાં ફીચર્સ
બેઝિક સ્પેસિફિકેશન્સ
એન્જિન | |
એન્જિન ટાઇપ | સિંગલ સિલિન્ડર, SOHC, એર કૂલ્ડ એન્જિન |
ફ્યુલ સિસ્ટમ | ગેસોલીન |
એન્જિન સિસ્ટમ | 102cc |
બોરxસ્ટ્રોક (mm) | 47 X 58.8 |
પાવર(KW@RPM) | 5.81@7500 |
પાવર (PS@RPM) | 7.9@7500 |
ટોર્ક (Nm @RPM) | 8.34@5500 |
ટોપ સ્પીડ (Kmph) | 90 |
ટ્રાન્સમિશન ટાઇપ | 4-સ્પીડ |
બિલ્ડ, ટ્રાન્સમિશન | |
ફ્રેમ ટાઇમ | ટેબ્યુલર સિંગલ ડાઉન ટ્યુબ વિથ લોઅર ક્રેડલ ફ્રેમ |
સસ્પેન્શન | ફ્રંટ - હાઇડ્રોલિક, ટેલિસ્કોપિક ટાઇપ, 135mm ટ્રાવેલ રિઅર - ટ્રેલિંગ આર્મ વિથ કો-એક્સેલ હાઇડ્રોલિક શોક અબ્ઝોર્બર એન્ડ કોઇલ સ્પ્રિંગ, SOS વિગ નાઇટ્રોક્સ કનસ્તર, 110 mm ટ્રાવેલ |
બ્રેક ટાઇપ ફ્રંટ & રિઅર | ડ્રમ |
બ્રેક સાઇઝ | ફ્રંટ - 130 mm ડ્રમ રિઅર - 110 mm ડ્રમ વિથ CBS |
ટાયર્સ | ફ્રંટ - 80/100-17, 46P, ટ્યૂબલેસ રિઅર - 80/100-17, 53P, ટ્યૂબલેસ |
ફ્યુલ ટેંક કેપેસિટી | 11 લિટર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.