તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મારુતિ સુઝુકી સ્વિફ્ટ ભારતની એક એવી લોકપ્રિય કાર છે જે છેલ્લા ઘણા લાંબા સમયથી માર્કેટમાં લોકોની મનપસંદ કાર બનેલી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ કારને સુઝુકી સ્વિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ આ કારની બ્રોશર તસવીરો ઓનલાઇન લીક થઈ ગઈ છે. આ કારનું ફેસલિફ્ટ વર્ઝન જાપાનમાં ટૂંક સમયમાં જ લોન્ચ થશે.
જૂનાં મોડેલ કરતાં ડિઝાઇન વધારે અટ્રેક્ટિવ
તસવીર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે, અપડેટ કરેલા મોડેલમાં હળવા ફેરફાર જોવા મળશે. તેમજ, આ પ્રિ-ફેસલિફ્ટ કારની જેમ બે અલગ-અલગ ફ્રંટ ગ્રિલ્સ સિમ્પલ હોરિઝોન્ટલ સ્લેટ્સ પેટર્ન અને હનીકોમ્બ પેટર્ન અને ફ્રંટ બંપર સાથે આવશે. આ ઉપરાંત, તેમાં નવી સ્પોર્ટિયર રેડિએટર ગ્રિલમાં હવે મોટું હનીકોમ્બ પેટર્ન ઓપનિંગ પર આપવામાં આવશે, જે જૂનાં મોડેલ કરતાં વધારે અટ્રેક્ટિવ દેખાય છે.
નવાં કલર ઓપ્શન્સ મળશે
સુઝુકી સ્વિફ્ટના નવાં મોડેલમાં અન્ય કોઈ ફેરફાર જોવા નહીં મળે. તેમાં પહેલાં જેવાં જ એલોય વ્હીલ્સ અને ઇન્ટિરિયરમાં સરખી ડિઝાઇન આપવામાં આવશે. જાપાની સ્પેક સુઝુકી સ્વિફ્ટને XG, RS, Hybrid MG, Hybrid RS અને Hybrid SZ ટ્રિમ્સમાં અવેલેબલ થશે, જેમાં હાઇબ્રિડ RS અને RS ચાર નવી પેન્ટ સ્કીમ ઓરેન્જ/રેડ/બ્લુ અને યલોમાં અવેલેબલ રહેશે. તેમજ, હાઇબ્રિડ SG, હાઇબ્રિડ MG અને XGમાં બે નવા કલર્સ ઓરેન્જ અને યલો મળશે.
કારના ટોપ સ્પેક હાઇબ્રિડ SZ ટ્રિમમાં ફુલ હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે, જ્યારે હાઇબ્રિડ MG અને હાઇબ્રિડ RS એક માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથેઆવે છે. તેથી, Hybrid MG અને Hybrid RSને એક સિલ્વર હાઇબ્રિડ બેજ મળે છે, જ્યારે હાઇબ્રિડ SZ ટ્રિમને બ્લેક બેજ મળે છે.
એવરેજ વધશે
મારુતિ સુઝુકી ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં જ તેની પોપ્યુલર હેચબેક કાર સ્વિફ્ટનું નવું વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ નવી સ્વિફ્ટમાં સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીનો પણ પ્રયોગ કરશે, જે કારનું પર્ફોર્મન્સ વધારવાની સાથે તેની એવરેજ પણ વધારશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.