સુવિધા:પિયાજિયો, ફોક્સવેગન, નિસાન અને KTMએ ગ્રાહકોને રાહત આપી, કંપનીઓએ ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ 60 દિવસ સુધી વધાર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની બીજી લહેરથી દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખીને અગાઉ હીરો, હોન્ડા, બજાજથી લઇને મોટાભાગની તમામ ઓટોમોબાઇલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપતા પોતાના વ્હીકલ્સનો ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ વધારી દીધો હતો. તો હવે આ ક્રમમાં પિયાજિયો ઇન્ડિયા પણ જોડાઈ ગઈ છે. આ કંપનીએ પણ ભારતમાં તેની તમામ ડીલરશીપમાં વોરંટી અને ફ્રી સર્વિસિંગનો પિરિયડ 31 જુલાઈ 2021 સુધી વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, ગ્રાહકોને તેમના અપ્રિલિયા અને વેસ્પા વ્હીકલ્સ પર 31 જુલાઈ સુધી ફ્રી સર્વિસિંગ અને વોરંટીનો લાભ મળશે. જો કે, આ સુવિધા ફક્ત એ જ ગ્રાહકો મેળવી શકશે જેમનો ફ્રી સર્વિસ અને વોરંટી સુવિધાનો પિરિયડ 1 એપ્રિલ 2021 અને 31 મે, 2021ની વચ્ચે સમાપ્ત થઈ રહ્યો છે.

ફોક્સવેગને 30 જૂન સુધી સર્વિસ બેનિફિટ પિરિયડ વધાર્યો

1 એપ્રિલ 2021 અને 31 મે 2021 વચ્ચે ફ્રી સર્વિસ પિરિયડ સમાપ્ત થતો હશે એ ગ્રાહકોને જ લાભ મળશે
1 એપ્રિલ 2021 અને 31 મે 2021 વચ્ચે ફ્રી સર્વિસ પિરિયડ સમાપ્ત થતો હશે એ ગ્રાહકોને જ લાભ મળશે

ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ ભારતમાં તેની તમામ ડીલરશીપ પર વોરંટી અને ફ્રી સર્વિસ પિરિયડ 30 જૂન, 2021 સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે. કંપની તરફથી જે સર્વિસ પિરિયડ વધારવામાં આવ્યો છે તેમાં વોરંટી, એક્સટેન્ડેડ વોરંટી, RSA અને સર્વિસ વેલ્યૂ પેકેજ સામેલ છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે. જો કે, આ નિર્ણયથી એ જ ગ્રાહકોને જ ફાયદો થશે કે જેમનો ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ 1 એપ્રિલ 2021 અને 31 મે 2021 વચ્ચે પૂરો થઈ રહ્યો છે. હવે ગ્રાહકો જૂનના અંત સુધીમાં એક્સટેન્ડેડ વોરંટી ખરીદી શકે છે.

નિસાને ફ્રી સર્વિસિંગ 60 દિવસ સુધી વધાર્યાની જાહેરાત કરી

ગ્રાહકો જુલાઈ મહિના સુધી તેમની કારની વોરંટી અને ફ્રી સર્વિસનો લાભ લઈ શકશે
ગ્રાહકો જુલાઈ મહિના સુધી તેમની કારની વોરંટી અને ફ્રી સર્વિસનો લાભ લઈ શકશે

નિસાન ઇન્ડિયાએ ભારતમાં તેની તમામ ડીલરશીપ પર 60 દિવસનો વોરંટી અને ફ્રી સર્વિસ પિરિયડ વધારવાની જાહેરાત કરી છે. દેશભરમાં કોરોનાની બીજી લહેરના પગલે ઘણા રાજ્યોમાં લોકડાઉન થઈ ગયું છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એ ગ્રાહકોને જ ફાયદો થશે જેમનો ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ આ લોકડાઉનમાં પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, નિસાન ગ્રાહકો જુલાઈ મહિના સુધી તેમની કારની વોરંટી અને ફ્રી સર્વિસનો લાભ લઈ શકે છે.

KTMના ગ્રાહકોને પણ સુવિધા મળશે

KTM અને હસ્કવર્ના બાઇકના ગ્રાહકોને લાભ મળશે
KTM અને હસ્કવર્ના બાઇકના ગ્રાહકોને લાભ મળશે

KTM ઇન્ડિયા ભારતમાં તેની તમામ બાઇક્સનો સર્વિસ અને વોરંટી પિરિયડ વધારશે. કંપનીએ આ નિર્ણય કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને લીધો છે. કંપનીનું કહેવું છે કે, KTM અને હસ્કવર્ના બાઇક પરના વોરંટી બેનિફિટ્સ અને ફ્રી સર્વિસ પિરિયડ 31 જુલાઈ, 2021 સુધી લંબાવાશે. આ રાહત એ ગ્રાહકોને જ લાગુ પડશે જેમનો વોરંટી અને ફ્રી સર્વિસ પિરિયડ 31 મે, 2021 સુધી જ વેલિડ હતો.