તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Piaggio One Electric Scooter Launched With Advanced Features And Technology, Will Cover A Distance Of Up To 90 Km On A Single Charge

ન્યૂ લોન્ચ:એડવાન્સ્ડ ફીચર્સ અને ટેક્નોલોજી સાથે Piaggio One ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું, સિંગલ ચાર્જમાં 90 કિમી સુધીનું અંતર કાપશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પિયાજિયો ગ્રુપે તેના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં વધુ એક સ્કૂટર સામેલ કર્યું છે. જેને કંપનીએ પિયાજિયો નામ આપ્યું છે. વેસ્પા અને અપ્રિલિયા ઇલેક્ટ્રિક સ્કૂટર પહેલેથી જ પિયાજિયોના ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં સામેલ થયેલાં છે. કંપનીએ હવે આ સેગમેન્ટમાં પિયાજિયો one પણ સામેલ કરી દીધું છે. કંપનીએ આ સ્કૂટર 28 મેના રોજ બેઇજિંગ મોટર શોમાં રજૂ કર્યું હતું.

કંપનીનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એડવાન્સ્ડ ફીચર્સ અને ટેક્નોલોજી સાથે લોન્ચ થયું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું વજન એકદમ ઓછું હશે, જેના કારણે તે રોજિંદા ઉપયોગ માટે વધુ સારું રહેશે અને ડ્રાઇવિંગ રેન્જ પણ વધારે રહેશે. આ સ્કૂટર યંગ જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. વેસ્પા અને અપ્રિલિયા જેવાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ કંપનીના સેગમેન્ટમાં પહેલેથી હાજર છે. પિયાજિયો વન ભારતીય બજારમાં આવ્યા પછી આ સ્કૂટર TVS iQube, Bajaj Chetak અને Ather 450X જેવાં ઇ-સ્કૂટર્સને ટક્કર આપશે.

આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 90 કિમી સુધી ચાલશે
આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 90 કિમી સુધી ચાલશે

ડ્રાઇવિંગ રેન્જ
પિયાજિયો વન ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રિમૂવેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને સરળતાથી ઘર અથવા ઓફિસમાં ચાર્જ કરી શકાશે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 90 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઓછી હાઇટની સીટ મળશે
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઓછી હાઇટની સીટ મળશે

ફીચર્સ
કંપનીએ આ નવાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પ્રીમિયમ ફીચર્સ સામેલ કર્યાં છે. તેમાં ફુલ LED લાઇટ્સ, કી-લેસ સ્ટાર્ટ સિસ્ટમ, ડિજિટલ કલર ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, બે રાઇડિંગ મોડ્સ અને USB ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સારી સેફ્ટી માટે આ સ્કૂટરના બંને ટાયરમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઓછી હાઇટની સીટ આપી છે, જેથી ઓછી હાઇટ ધરાવતા લોકો પણ આ સ્કૂટરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે. ભારતમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચિંગ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.